Site icon Gujarat Mirror

ચૂંટણી જીતતા જ તારિકે રંગ બતાવ્યો, શેખ હસીનાની ભારત પાસે કરી માગણી

ભારતનું તેલ જૂઓ, તેલની ધાર જૂઓનું વલણ

બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ પ્રચંત બહુમતી મેળવી છે. બીએનપીએ કુલ 299માંથી 212 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે જમાત-એ-ઈસ્લામીએ 77 બેઠકો પર જીત નોંધાવી છે. જોકે ચિંતાજનક વાત એ છે કે, ચૂંટણી જીતતા જ BNP એ ભારત સમક્ષ એવી માંગ કરી છે, જે બંને દેશો વચ્ચે ટેન્શન ઉભું કરી શકે છે. વાસ્તવમાં BNP એ તેના કટ્ટર રાજકીય હરીફ અને પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પ્રત્યાર્પિત કરવાની માંગ ફરીથી દોહરાવી છે. પાર્ટીનું કહેવું છે કે હસીનાએ બાંગ્લાદેશમાં મુકદ્દમાનો સામનો કરવો જોઈએ.

BNPની મોટી જીત થયાના થોડાંક જ સમયમાં પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સલાહુદ્દીન અહમદે કહ્યું કે, તેમની પાર્ટી હસીના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચલાવવા માટે તેમને બાંગ્લાદેશ સોંપવાની ભારતને ઔપચારિક વિનંતી કરે છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી સતત માંગ કરતી રહી છે કે, હસીનાને બાંગ્લાદેશ લાવીને કાયદા હેઠળ કેસનો સામનો કરાવવો જોઈએ. બંને દેશોના વિદેશ મંત્રાલયે મળીને કાયદાકીય પ્રક્રિયા હેઠળ આ મામલાનો નિવેડો લાવવો જોઈએ અને ભારત આ મામલે સહયોગ આપે તેવી આશા છે.

અહમદે એવું પણ કહ્યું કે, ‘અમારો દેશ ભારત સહિત તમામ દેશો સાથે પરસ્પર સન્માન પરના મિત્રતા કરવા ઈચ્છે છે. બીજીતરફ હસીના મામલે ભારતે પહેલેથી વલણ સ્પષ્ટ રહ્યું છે કે, ભારતને પ્રત્યાર્પણની વિનંતી મળી છે અને તેના પર કાયદાકીય તથા ન્યાયિક પ્રક્રિયા હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.

Exit mobile version