ગુજરાત
કોડીનાર પંથકમાં દિવાળી આવતા જ દેશી-વિદેશી દારૂના હાટડા શરૂ
દીવથી દરિયા મારફત હોડીથી ઠલવાતી બોટલ: ગ્રામ્યમાં દેશીની ભઠ્ઠીઓ ધમધમી
કોડીનાર તાલુકા અને શહેરભરમાં દારૂૂના દુષણે અજગર ભરડો લીધો છે. દારૂૂના દુષણને ડામવા માટે પોલીસ તંત્ર સરેઆમ નિષ્ફળ ગયું છે તાલુકાના ઘાંટવડ,નગડલા,સુગાળા, બરડા, પણાદર સહિતના સંખ્યાબંધ ગામો માં દેશી દારૂૂના મીની કારખાના ધમધમી રહ્યા છે જ્યારે કેન્દ્રશાસિત દીવ પ્રદેશમાંથી પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂૂ કોડીનારમાં ઠલવાઈ રહ્યો છે દીવ ના વણાકબારાથી હોડી મારફત કોડીનારના કોટડા બંદર સહિતના દરિયાકાંઠાના ગામોમાં હોળી મારફત તો ખેપિયા મારફત મોટરસાયકલ દ્વારા વિદેશી દારૂૂ તંત્રની મીલીભગતથી કોડીનાર પંથકમાં ઠલવાય રહ્યો છે.
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે દેશી દારૂૂ ની પોટલી પીને જાહેરમાં છટકા બની જાહેરમાં આળોટતા શખ્સો જોવા મળે છે. થોડા સમય પહેલા પોલીસ તંત્ર દ્વારા દારૂૂ પકડવા અંગે મેગા ડ્રાઇવ યોજીને સંખ્યાબંધ જગ્યાએ દરોડા પાડીને કામગીરી દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વર્તમાન સ્થિતિમાં દેશી વિદેશી દારૂૂની પોટલીઓ ઠેક ઠેકાણે વેચાઈ રહી છે જે તંત્રને દેખાતી નથી દેશી દારૂૂને વધુ અસરકારક બનાવવા માટે તેમાં વપરાતા ઓક્સિટોસિન જેવા ઝેરી તત્વો ઉમેરવામાં આવે છે જેથી દારૂૂ પીનાર અકાળે વૃદ્ધ બની મૃત્યુ પામે છે ત્યારે પોલીસ તંત્રને કંઈ લાજ શરમ જેવું હોય તો કોડીનાર શહેર અને તાલુકાભરમાં ચાલતા દેશી વિદેશી દારૂૂના હાટડા બંધ કરાવે તેવી ભદ્ર સમાજના લોકોમાં માંગણી ઉઠી છે.