ગુજરાત

108 આવતા જ ટ્રાફિક સિગ્નલ ગ્રીન થઈ જશે

Published

on

રિસ્પોન્સ સમય ઘટાડવા આયોજન: એમ્બ્યુલન્સના જીપીએસ સાથે સ્માર્ટ સિગ્નલ કનેકટ કરાશે


ઇમર્જન્સીમાં મદદરૂૂપ બનતી 108 એમ્બ્યુલન્સને સ્થળ પર પહોંચવા શહેરના મુખ્ય ચોકમાં ટ્રાફિક સિગ્નલ પર લાગતો વધારાનો સમય હવે દૂર થશે. રોડ સેફટી મિટિંગમાં આ અંગે 108 ના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ચેતન ગાંધીએ ટ્રાફિક સિગ્નલ 108 એમ્બ્યુલન્સ માટે ખુલી જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આ અંગે વિચાર રજુ કરતા ટ્રાફિક સિગ્નલ વિભાગના અધિકારીઓ દ્વારા ટેક્નિકલ સપોર્ટ અંગે ચકાસણી કરવા જણાવ્યું હતું.


આ અંગે આઈ.ટી. વિભાગમાં સ્માર્ટ સિગ્નલને જી.પી.એસ. સાથે જોડી કંટ્રોલ કરી શકાય છે, તે અંગે હકારાત્મક પ્રત્યુત્તર મળતા હવે ટૂંક સમયમાં ટ્રાયલ રન કરવામાં આવશે તેમ ચેતન ગાધીએ જણાવ્યું હતું.ટ્રાયલ રન અંગે વધુ વિગત આપતા તેઓએ કહ્યું હતું કે, સૌ પ્રથમ રૈયા ચોક તેમજ ત્રિકોણ બાગ ખાતે આ પ્રેક્ટિસ કરાશે. 108 એમ્બ્યુલન્સ સિગ્નલના 500 મીટરના એરિયામાં પ્રવેશતા જ સિગ્નલ ગ્રીન થઈ જશે. જેના પરિણામે 108 ને આગળનો ટ્રાફિક ક્લિયર કરવામાં સમય બચશે અને એમ્બ્યુલન્સ મુખ્ય ચાર રસ્તા પાસે પહોંચતા જ તેને પસાર થવા માટે રાહ નહીં જોવી પડે.


આ પ્રકારે વ્યવસ્થા ઉભી થતાં પીક અવર્સમાં એમ્બ્યુલન્સનો રિસ્પોન્સ ટાઈમ 2 થી 4 મિનિટ જેટલો ઘટી શકે. જેનો સીધો લાભ દર્દીને મળશે. આ પ્રકારે હાલ બરોડામાં આદર્શ રોડ પર આ પ્રકારે વ્યવસ્થા હોવાનું તેઓએ જણાવ્યું છે.


સ્માર્ટ સિટીમાં ઈમરજન્સી સેવા માટે ઉપયોગી વાહનો માટે આ પ્રકારે વ્યવસ્થા ઉભી કરવા ખાસ ગાઈડલાઈન પણ હોય છે, ત્યારે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિગ્નલ સાથે 108 સહિતની જી.પી.એસ. ધરાવતી ઈમરજન્સી સેવાને નવું બળ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version