Site icon Gujarat Mirror

ચેમ્પિયન લીગ ફૂટબોલમાં આર્સનલનો સતત સાતમો ઐતિહાસિક વિજય

આર્સનલનો ઈતિહાસ, મોટા અપસેટ્સ અને રિયલ મેડ્રિડનો ધમાકેદાર વિજયયુરોપની સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ ટૂર્નામેન્ટ યુઇએફએ ચેમ્પિયન્સ લીગ માં આ સપ્તાહે અનેક રોમાંચક અને ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા.
આર્સનલની ટૂર્નામેન્ટમાં આ સતત સાતમી જીત છે આ સિઝનમાં ચેમ્પિયન્સ લીગની તમામ મેચ જીતનારી એકમાત્ર ટીમ બની ઇન્ટર મિલાન જેવા મજબૂત વિરોધીને તેના જ મેદાન પર હરાવવું મોટી સિદ્ધિ ગણાય છે. ગેબ્રિયલ જીસસ એ 10મી અને 31મી મિનિટે બે શાનદાર ગોલ કરીને ટીમને મજબૂત લીડ અપાવી મેચના અંતિમ તબક્કામાં વિક્ટર ગ્યોકેરેસ એ 84મી મિનિટે ગોલ કરીને આર્સનલની જીત નિશ્ચિત કરી.

આ મેચમાં આર્સનલના કોચ મિકેલ આર્ટેટા એ પ્લેઇંગ-11 માં 7 મોટા ફેરફાર કર્યા હતા. તેમ છતાં, ટીમનું સંતુલન, ઝડપ અને સંયોજન પ્રશંસનીય રહ્યું, જે આર્ટેટાની વ્યૂહરચનાની સફળતા દર્શાવે છે.મેન્ચેસ્ટર સિટીની આઘાતજનક હાર ઇંગ્લેન્ડની દિગ્ગજ ટીમ મેન્ચેસ્ટર સિટી ને નોર્વેની ડેબ્યૂ ક્લબ બોડો/ગ્લિમ્ટ સામે 3-1 થી હારનો સામનો કરવો પડ્યો. મેચ આર્કટિક સર્કલ વિસ્તારમાં રમાઈ તાપમાન -9 ડિગ્રી સેલ્સિયસ જેટલું અત્યંત ઠંડુ હતું.મેચ આર્ટિફિશિયલ ટર્ફ (કૃત્રિમ ઘાસ) પર રમાઈ.

આ પરિસ્થિતિઓમાં મેન્ચેસ્ટર સિટીના ખેલાડીઓ સંઘર્ષ કરતા નજરે પડ્યા, જ્યારે બોડો/ગ્લિમ્ટે આ તકનો પૂરો લાભ લીધો અને ચેમ્પિયન્સ લીગમાં મોટો અપસેટ સર્જ્યો. સ્પેનની સૌથી સફળ ક્લબ રિયલ મેડ્રિડ એ ફ્રાન્સની મોનાકો ટીમ સામે 6-1 થી એકતરફી જીત મેળવી. આ મેચ નવા મુખ્ય કોચ અલવારો આર્બેલોઆ ના નેતૃત્વમાં રિયલ મેડ્રિડની પહેલી ચેમ્પિયન્સ લીગ મેચ હતી ટીમે શરૂૂઆતથી જ આક્રમક રમત રમી મધ્યમ ફીલ્ડ અને ફોરવર્ડ લાઇનનો સંયોજન અદભૂત રહ્યો આ ભવ્ય જીતથી રિયલ મેડ્રિડ ફરી એકવાર ટૂર્નામેન્ટની મજબૂત દાવેદાર હોવાનું સાબિત થયું છે.

આ સપ્તાહની ચેમ્પિયન્સ લીગ મેચોએ સ્પષ્ટ કરી દીધું છે કે આર્સનલ ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે.મોટા ક્લબ્સ માટે પણ અપસેટનો ખતરો હંમેશા રહે છે.રિયલ મેડ્રિડ જેવા ક્લબ્સ હજી પણ યુરોપમાં રાજ કરે છે.

Exit mobile version