ગુજરાત

સશસ્ત્ર સેના ધ્વજ દિનનો પ્રારંભ: PDU પોર્ટનું 25 લાખનું અનુદાન

Published

on


જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિનનો જામનગર જિલ્લામાં શુભારંભ કરાવાયો હતો.બેઠકમાં નાંણાકીય વર્ષ 2023-24 દરમ્યાન સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર દાતાઓનું કલેક્ટર સહિતના મહાનુભાવો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના યોગેશ સોની દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજુ કરાઈ હતી.પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે પણ કલેક્ટર દ્વારા વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.


બેઠકમાં જામનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કમાન્ડર સંદિપ જયસ્વાલ (નિવૃત) એ સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો આપતા જણાવ્યુ હતુ કે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરને નાંણાકીય વર્ષ 2023-24 દરમ્યાન જામનગર જિલ્લાના દાતાઓએ ફાળવેલ લક્ષ્યાંકની સરખામણીએ કુલ 209% નો મહત્વનો ફાળો આપેલ છે. તથા નાંણાકીય વર્ષ 2024-25 તા. 01/04/2024 થી તા. 30/11/2024 સુધીમાં 21 પરિવારોને રૂૂ. 8,75,100/- ની માસીક આર્થીક સહાય, 01 પરિવારને રૂૂ. 27,500/- ની દિકરી લગ્ન સહાય તેમજ 06 પરિવારોને અંતીમ ક્રિયા સહાય પેટે રૂૂ. 60,000/-ની એમ કુલ રૂૂ. 9,62,600/- ની સહાય ચુકવવામાં આવેલ છે.


ફ્લેગ ડેની ઉજવણી અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ દ્વારા રૂૂ.25 લાખનું અનુદાન અપાયું હતું જ્યારે વ્યક્તિગત, સામાજિક સંસ્થાઓ તેમજ સરકારી અને ખાનગી એકમોએ પણ ઉદાર હાથે અનુદાન આપી ગત વર્ષે 41 લાખ તેમજ ચાલુ નાણાકીય વર્ષે 33 લાખનું અનુદાન આપી સૈનિક પરિવારોને મદદરૂૂપ બન્યા હતા.


કલેક્ટરએ જામનગરની જનતાને સશસ્ત્ર સેના ધ્વજદિન માટે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી તથા પુર્વ સૈનિકો, સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રીતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર લાગુ પડતા લાભાર્થીઓને મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન પુરૂૂ પાડ્યું હતુ.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, ઈન્ડીયન નેવી, અને એર ફોર્સના અધિકારીઓ તથા પ્રમુખ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version