ગુજરાત
સરદારધામમાં ઉપપ્રમુખ તરીકે સરધારા-કનેરિયાની નિમણૂક
રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ અને લોઠડા-પડવલા ઇન્ડસ્ટ્રિયલ એસો.ના પ્રમુખ જ્યંતિભાઇ સરધારા તથા અગ્રણી બિલ્ડર સ્મિતભાઇ કનેરીયાની સરદારધામના ઉપપ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે.
જ્યંતિભાઇ સરધારા તથા સ્મિતભાઇ પટેલેને સરદાર ધામના ઉપપ્રમુખ બનાવવા ઉપરાંત કોર્પોરેટ, ટ્રેડ, ઇન્ડસ્ટ્રીઝ કો ઓર્ડિનેશન, રીયલ એસ્ટેટ કો-ઓર્ડીનેશનની જવાબદારી સોંપવામાં આવી છે.
બન્નેને અપાયેલા નિમણુંક પત્રમાં જણાવાયું છે કે, , સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે મિશન 2026ના રોડ મેપ મુજબ સમર્પિત ભાવે પરિણામલક્ષી (પાંચ લક્ષબિંદુઓ અંતર્ગત) કામગીરી કરવા આપ વધુમાં વધુ સમય ફાળવીને ઝોન વાઇઝ હોસ્ટેલ-કમ-એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ પ્રોજેક્ટનું નિર્માણ કરવાના ભગીરથ કાર્યમાં દેશ-વિદેશના પ્રવાસો દ્વારા જૂનું તેમજ નવું ફંડ મેળવવાની કામગીરી કરીને આપ બીજા મિત્રો માટે ઉદાહરણ રૂૂપ બની રહશો, તેવી શ્રદ્ધા અને વિશ્વાસ છે.