ગુજરાત
મનપાના આરોેગ્ય વિભાગમાં 80 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા
79 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને 1 ડેપ્યુટી ચીફ એકાઉટન્ટને નોકરી મળી
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં આરોગ્ય સેવાનું માળખું સુદ્રઢ બનાવવા અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર અને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે સરકારશ્રીની 100% ગ્રાંટ આધારિત નવી જગ્યાઓનું મહેકમ તબક્કાવાર મંજુર કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મંજુર મહેકમ પૈકી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 117 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ.આ જગ્યા પર નિયત ભરતી પ્રક્રિયા બાદ એસ.ઈ.બી.સી. કેટેગરીમાં પસંદગી પામેલ 79 ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર ચકાસણી માટે સરકારશ્રીના વિભાગમાં મોકલવામાં આવેલ હતા.
સરકારશ્રીના વિભાગ દ્વારા જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરી રાજકોટ મહાનગરપાલિકાને આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવેલ હતા.ધનતેરસના પાવન દિવસે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયાના વરદ્દ હસ્તે 79-મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને 1-ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્યા. બાદમાં, આ તમામ ઉમેદવારોને નોકરી મળવા બદલ શુભેચ્છા આપવામાં આવી અને નોકરી પ્રમાણિકતાથી, શિસ્તબદ્ધ રીતે કરવા અને રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટ્સ અને સેવાઓમાં અમૂલ્ય યોગદાન આપવા જણાવવામાં આવેલ.