સ્ક્રેપ જાહેર થયેલ વાહનોની ઇ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા નોંધણી કરવા અપીલ

સરકારી વાહનોના વેચાણમાં પારદર્શિતા, સ્પર્ધાત્મકતા અને સુવ્યવસ્થિત પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના હેતુથી, સ્ક્રેપ જાહેર થયેલા સરકારી વાહનોનું વેચાણ સંપૂર્ણપણે E-Auction પ્રક્રિયા દ્વારા કરવા અંગે બંદરો અને…

સરકારી વાહનોના વેચાણમાં પારદર્શિતા, સ્પર્ધાત્મકતા અને સુવ્યવસ્થિત પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના હેતુથી, સ્ક્રેપ જાહેર થયેલા સરકારી વાહનોનું વેચાણ સંપૂર્ણપણે E-Auction પ્રક્રિયા દ્વારા કરવા અંગે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા.24-08-2023ના પરિપત્રથી સુચના થઇ આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના સ્ક્રેપ વાહનોનું વેચાણ પણ સરકારની ઉક્ત માર્ગદર્શિકા મુજબ E-Auction દ્વારા કરવામાં આવી રહ્યુ છે. સરકારની જોગવાઈ મુજબ E-Auctionમાં માત્ર માન્યRegistered Vehicle Scrapping Facility(RVSF)સાથે સંકળાયેલા પાત્ર ખરીદદારોને જ ભાગ લેવાની તક મળતી હોઇ, સ્ક્રેપ વાહનોના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓ તેમજ સંબંધિત વ્યવસાયિકોએ સ્ક્રેપ વાહનોના વેચાણની E-Auction પ્રક્રિયામાં ભાગ લેવા માટે જરૂૂરી નોંધણી અને આનુષાંગિક પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સરકારની પારદર્શક અને ડિજિટલ વ્યવસ્થાનો વધુમાં વધુ લાભ સ્થાનિક વેપારીઓને મળે તે માટે સ્ક્રેપ વાહનોના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓએ E-Auction પ્રક્રિયામાં સક્રિયપણે બહોળી સંખ્યામાં જોડાવું જોઈએ. આથી સરકારી સ્ક્રેપ વાહનોનું વેચાણ સંપૂર્ણ પારદર્શિતા સાથે થશે તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક વેપારીઓને પણ તક પ્રાપ્ત થશે.

સ્ક્રેપ વાહનોના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓને સમયસર જરૂૂરી નોંધણી અને આનુષાંગિક પ્રક્રિયા પૂર્ણ કરી, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના સ્ક્રેપ વાહનોના વેચાણની E-Auction પ્રક્રિયામાં ભાગ લેવા માટે સંયુક્ત અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી માટે વેપારીઓ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ વર્કશોપ વિભાગ, ભાવનગર રોડ, રાજકોટનો સંપર્ક કરવા જણાવાયુ છે.