ગુજરાત

સરકારી સહાય મેળવતા રેશનકાર્ડ ધારકો-છાત્રોને E-KYC કરાવવા અપીલ

Published

on

રાજકોટ જિલ્લામાં 1 લાખથી વધુ લોકોના ઈ-કેવાયસી કરાયા

રાજકોટ જિલ્લાના ઈ-કે.વાય.સી. કરાવવાપાત્ર તમામ રેશનકાર્ડધારક નાગરિકો અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ ઈ-કે.વાય.સી. કરાવવા પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી મહેશ જાનીએ વિશેષ અનુરોધ કર્યો હતો.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી ઈ-કે.વાય.સી અંગેની બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઈ-કે.વાય.સી. અંગેની તમામ બાબતો સવિસ્તર સમજાવી હતી. અને ઉમેર્યું હતું કે ઈ-કે.વાય.સી. ની કામગીરી ળુ ફિશિંજ્ઞક્ષ મોબાઈલ એપ, મામલતદાર કચેરીની પુરવઠા શાખા અને ગ્રામ્ય સ્તરે ટઈઊ ખાતેથી થઈ શકશે. વંગવાણીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું .

અત્યાર સુધીમાં માય રાશન એપ દ્વારા 273576, ઙઉજ+ દ્વારા 37244, ટઈઊ મારફતે 180002, શાળા-કોલેજો મારફતે 5259 તથા વિવિધ ઝોનલ કચેરીઓ મારફતે 107280 વ્યક્તિઓના ઈ-કે.વાય.સી. કરવામાં આવ્યા છે.
નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ ઈ-કે.વાય.સી. અંગે મહત્તમ લોકજાગૃતિ કેળવવા અને આઇ.ઈ.સી.(ઇન્ફર્મેશન-એજયુકેશન-કોમ્યુનિકેશન) પ્રવૃત્તિઓ કરવા પર ભાર મૂક્યો હતો.


જિલ્લા આઇ.સી.ટી.ઓફિસર નમ્રતા નથવાણીએ ઈ-કે.વાય.સી. પ્રક્રિયાનું નિદર્શન રજુ કર્યું હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ ચાંદની પરમાર, રાહુલ ગમારા, વિમલ ચક્રવર્તી, તમામ તાલુકાઓના વિકાસ અધિકારીઓ, મામલતદારો અને ચીફ ઓફિસર્સ તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ રૂૂબરૂૂ અને ઓનલાઇન સામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version