Site icon Gujarat Mirror

રાજકોટની ભાગોળે ફરી 41 લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

12672 દારૂની બોટલ મળી 51.67 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનથી દારૂ આવતો હતો

વોટસએપ કોલના આધારે બૂટલેગર સુધી દારૂ પહોંચાડવાનો હતો, રાજસ્થાની ટ્રકચાલકની પૂછપરછ

રાજકોટ નજીક ઢોલરાના પાટીયા પાસેથી રૂૂ.41.60 લાખનો વિદેશી દારૂૂ ભરેલ આઈશર આજીડેમ પોલીસની ટીમે પકડી પાડી રાજસ્થાન તરફથી તાડપત્રીની આડમાં આવતો 12672 બોટલ દારૂૂ રાજકોટ પંથકમાં પહોંચે તે પહેલાં જ રૂૂ.56.67 લાખનો મુદ્દામાલ સાથે રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.

વધુ વિગત મુજબ,આજીડેમ પોલીસ મથકની ટીમ દારૂૂ જૂગારના કેસ શોધવા નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોઠારીયા ગામ નજીક શિવભવાની ચોક પાસે પહોંચતા કોન્સ.હરપાલસિંહ જે. જાડેજા, હેડકોન્સ્ટેબલ હરપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ પ્રહલાદસિંહ જાડેજા અને પ્રદિપસિંહ કનકસિંહ ગોહિલને ખાનગી રાહે હકીકત મળેલ કે એક આયસર ટ્રક જેના નંબર જીજે-27-ટીડી-3653માં પીળા કલરની તાડપત્રીની આડમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો ભરેલ છે,જે આઇશર ટ્રક ગોંડલ તરફથી રાજકોટ તરફ આવે છે તેવી બાતમીના આધારે કોઠારીયા ગામ શીવભવાની ચોકથી રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે ઢોલરાના પાટીયા પાસે એએન જીમની સામે હાઇવે રોડ પર સ્ટાફ વોચમાં હતો ત્યારે આઇશર ટ્રક નીકળતા તેને અટકાવી ટ્રક ચાલકને નીચે ઉતારી નામ પુછતા પોતાનું નામ પવનકુમાર હરીરામ માંજુ (ઉવ.26, રહે. બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવેલ હતું.

ટ્રક ડ્રાઇવરને ટ્રકમાં શું ભરેલ છે તે બાબતે પુછતા ઇંગ્લીશ દારૂૂ ભરેલનું હોવાનું જણાવેલ હતું. જેથી આઇશર ટ્રકમાં પાછળના ભાગે પીળા કલરની તાડપત્રી હટાવી જોતા અલગ-અલગ બ્રાન્ડની દારૂૂની બોટલો જોવા મળી હતી. પોલીસે દારૂૂ ભરેલ પોલીસ મથકે લઈ જઈ તપાસ કરતાં કુલ દારૂૂની 12672 બોટલ દારૂૂ રૂૂ.41.60 લાખનો જથ્થો મળી આવતાં દારૂૂ, ટ્રક, મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂૂ.51.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલકની પૂછતાછ કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીની પ્રાથમિક પૂછતાછમાં તે દારૂૂનો જથ્થો રાજસ્થાનથી લઈ આવતો હતો અને વોટ્સએપ નંબરના આધારે દારૂૂ સપ્લાય કરવાનો હતો. દારૂૂના જથ્થાના સપ્લાયર અને રીસીવરની વિગત મેળવવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

આ કામગીરી પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જનકસિંહ જે. રાણા,એએસઆઈ હારૂૂનભાઇ ચાનીયા,એઍસઆઈ રવિભાઇ વાંક, કિશનભાઇ આહિર, હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, સંજયભાઇ બારોટ, દેરાજભાઇ પાલા, મહેશભાઇ કોઠીવાળ, દેવાભાઇ ધરજીયા, ગોપાલભાઇ બોળીયા, વિશ્વરાજસિંહ પરમાર, કોન્સ. ધારાબેન મેઘાણી સહિતે કરી હતી.

ટ્રકચાલકે બોગસ નંબર પ્લેટ લગાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
ગોંડલ તરફથી જીજે-27-ટીડી-3653 નંબરનો આઈસર ટ્રક દારૂૂનો જથ્થો ભરીને આવી આવતો હોય જે બાતમીના આધારે આજીડેમ પોલીસની ટીમે રાજકોટ-ગોંડલ હાઇવે પર ઢોલરાના પાટીયા નજીકથી આઈસર ટ્રક ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં ટ્રકમાંથી શરાબ ઉપરાંત અલગ અલગ બે નંબર પ્લેટ મળી આવી હતી. જે બાદ ચાલકની પૂછપરછમાં આઈસર ટ્રકના સાચા નંબર જીજે-27-ટીટી-5588 હોવાનું ખુલ્યું હતું અને પોતે પોલીસને ગુમરાહ કરવા બોગસ નંબર પ્લેટ લગાવ્યાની ચાલકે કેફીયત આપી હતી.

Exit mobile version