વધુ એક કૂટણખાનાનો પર્દાફાશ:‘ગ્રીન એપલ સ્પા’માંથી 3 ઝડપાયા

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતત સઘન ચેકિંગ અને ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.તાજેતરમાં રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ…

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતત સઘન ચેકિંગ અને ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.તાજેતરમાં રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કિશાનપરા ચોક પાસેના બી.કે. કોમર્શિયલ એપાર્ટમેન્ટમાં ચાલતા ’ગ્રીન એપલ સ્પા’ પર પોલીસે દરોડા પાડીને દેહવ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશનના સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે ઉપરોક્ત સ્પાની આડમાં બહારથી સ્ત્રીઓને બોલાવીને અનૈતિક દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. વાઢિયા અને તેમની ટીમે તાત્કાલિક ધોરણે ખાનગી પંચો અને એક ડમી ગ્રાહક તૈયાર કરીને સમગ્ર ઓપરેશનનું આયોજન કર્યું હતું.

પોલીસની યોજના મુજબ,ડમી ગ્રાહકને જરૂૂરી સૂચનાઓ આપીને અને નાણાં સાથે ’ગ્રીન એપલ સ્પા’ ખાતે મોકલવામાં આવ્યા હતા.ડમી ગ્રાહક દ્વારા સ્પામાં પ્રવેશ કરી સંચાલકો સાથે વાતચીત કર્યા બાદ યોગ્ય સમયે પોલીસને ઈશારો કરવામાં આવ્યો હતો.આ ઇશારો મળતા જ પી.આઈ. જે.વી.વાઢિયા અને પોલીસ સ્ટાફે સ્પામાં રેડ કરી હતી.રેડ દરમિયાન પોલીસને સ્પાના કાઉન્ટર પર અને અંદરથી સંચાલકો મળી આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્પાના મેનેજર અને અન્ય કર્મચારીઓ દ્વારા બહારથી ગ્રાહકો બોલાવીને એક હજાર એન્ટ્રી ફી અને શરીર સંબંધ માટે અલગથી બે હજાર રૂૂપિયા વસૂલવામાં આવતા હતા અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ મેળવવામાં આવતો હતો.તેમજ શરીર સબંધ બાંધવા લેવામાં આવતા બે હજારમાંથી એક હજાર રૂૂપ લલનાને આપવામાં આવતા હતા. આ સફળ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સ્પાના મેનેજર દિપેશ જગતભાઇ વિશ્વકર્મા ટેલીકોલર તરીકે કામ કરતા વિકાસ કુલદીપભાઇ વિશ્વકર્મા અને અન્ય ઇસમ અમનભાઈ મનોજભાઇ ઠાકુર(રહે.આકાશવાણી ચોક,મહાનગર પાલિકાના ક્વાર્ટર.786)ની અટકાયત કરી હતી. તેમજ પોલીસ દ્વારા સ્પામાંથી દેહવ્યાપારના નાણાં તરીકે એકત્રિત થયેલા રોકડા રૂૂપિયા 9,010, વીવો કંપનીનો સ્માર્ટફોન, ઓપ્પો કંપનીનો સ્માર્ટફોન, ડમી ગ્રાહકને આપવામાં આવેલી સિરિયલ નંબરવાળી ચલણી નોટોના 3,000 રૂૂપિયા તેમજ કોન્ડોમના પેકેટ સહિત કુલ રૂૂપિયા 47,010 નો શંકાસ્પદ મુદ્માલ કબજે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અનૈતિક વ્યાપાર (પ્રતિબંધ) અધિનિયમ ની કલમ 3, 4 અને 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમજ આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ અને સંચાલકો સુધી પહોંચવા માટે વિશેષ તપાસ શરૂૂ કરવામાં આવી છે.