Site icon Gujarat Mirror

સાંઢિયા પુલ પાસે સ્લમ કવાર્ટર પાસે પોલીસ પર હુમલો કરનાર વધુ એક ઝડપાયો

શહેરના રૂૂખડિયાપરા વિસ્તારમાં મહિલાના ઘર પર સોડા બોટલોના ઘા કર્યા બાદ આરોપીને પકડવા પ્ર.નગરના બે પોલીસમેન સાંઢીયા પુલ પાસે સ્લમ કવાર્ટર જતા અહીં કુખ્યાત માજીદ ઉર્ફે ભાણુ તથા તેની ટોળકીએ પોલીસ પર હુમલો કરી તેમના વાહનમાં તોડફોડ કરી હતી.જે બનાવમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા બાદ આ ગુનામાં વધુ એક આરોપી ભિસ્તીવાડમાં રહેતા અતીક ને ઝડપી લીધો છે.જયારે કુખ્યાત માજીદ સહિત સાત આરોપીઓ હજુ પણ પોલીસના હાથ લાગ્યા નથી.

વધુ વિગતો અનુસાર,રૂૂખડિયાપરા વિસ્તારમાં રહેતા ફરીદાબેન જુસબભાઈ શેખના ઘર પર રાત્રિના બજરંગવાડીમાં રહેતા અને ગુજસીટોકના જામીન પર છૂટેલા માજીદ ઉર્ફે ભાણુ તથા તેના સાથીદારોએ મળી સોડા બોટલના ઘા કર્યા હતા. આ ઘટનાને લઇ રાત્રિના પ્ર.નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રિયાઝભાઈ અને મયુરરાજસિંહ જાડેજા જામનગર રોડ પર સાંઢીયા પુલ સ્લમ કવાર્ટર પાસે કમિટિ ચોકે પહોંચ્યા હતા. ત્યાં માજીદ તથા તેના 10 થી 12 સાગરીતો ઊભા હતા જેમાં કેટલાકના હાથમાં ધોકા હોય તેમણે પોલીસ સાથે ઝપાઝપી કરી ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લેતા બંને પોલીસમેન અહીંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેમણે પોલીસમેનના વાહનોમાં તોડફોડ કરી હતી.

આ ગંભીર ઘટનાને લઇ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ ટીમે તપાસનો ધમધમાટ શરૂૂ કરી આ હુમલા પ્રકરણમાં આગાઉ સીમર ઉર્ફે ધમો બસીરભાઇ શેખ, સાવન ઉર્ફે લાલી સંજયભાઇ વાઘેલા અને અશરફ શિવાણી સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.દરમિયાન પીએસઆઇ આઇ.એ.બેલીમ તથા ટીમે આ પ્રકરણમાં ફરાર વધુ એક આરોપી અતીક ઉર્ફે દોષુ આમરોલીયા(ઉ.વ 22 રહે. ભીસ્તીવાડ, સ્લમ કવાર્ટર, જામનગર રોડ) ને ઝડપી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું.ઘટના બન્યા બાદ આરોપી જામનગર નાસી ગયો હતો અને છુપાઇને રહેતો હતો.આ બનાવમાં મુખ્ય સૂત્રધાર માજીદ ઉર્ફે ભાણુ સહિતના અન્ય સાત આરોપીઓને ઝડપી લેવા તપાસ આદરી છે.

Exit mobile version