Site icon Gujarat Mirror

હનુમાનમઢી પાસે ડમ્પરે સ્કૂટર સવાર છાત્રાને કચડી નાખી

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં કોલેજ જવા નીકળેલી બે યુવતીના સ્કુટરને ડમ્પરના ચાલકે ઉલાળતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગંભીર રીતે ઘવાયેલી સ્કૂટર સવાર છાત્રાનું કરૂૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક યુવતીનો આબાદ બચાવ થયો હતો. યુવતીના મોતથી પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. અકસ્માત સર્જી નાસી છુટેલો ચાલક ગણતરીની કલાકોમાં જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બજરંગવાડીમાં રહેતી જુહી તરૂૂણભાઇ નળીયાપરા (ઉ.વ.19) નામની વિદ્યાર્થીની સવારે તેની બહેનપણી નીશા મેરૂૂભાઇ રાણંગાના એક્ટીવા પાછળ બેસીને કોલેજ ખાતે જવા નીકળી હતી. બંને બહેનપણી હનુમાન મઢી ચોકમાં પહોંચી હતી. ત્યારે ડમ્પર નં. જીજે36ટી-0197ના ચાલકે એક્ટીવાને ઉલાળતા બંને બહેનપણી સ્કૂટર સહિત ફંગોળાઇ ગઇ હતી. જેમાં જુહી નળીયાપરા ડમ્પરની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલી યુવતીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પતિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક જુહી નળીયાપરા બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. અને કણસાગરા કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા તરૂૂણભાઇ નળીયાપરાને નાના મવા રોડ આંબેડકરનગર સર્કલ પાસે મોબાઇલ ફોનની દુકાન છે. તે સવારે ઘરેથી નીકળે ત્યારે દિકરી જુહીને પોતાના વાહનમાં બેસાડી શીતલપાર્ક પાસે ઉતારતાં હતાં. ત્યાંથી જુહી નળીયાપરા સાથે અભ્યાસ કરતી અને જામનગર રોડ શેઠનગર પાસે નંદનવન સોસાયટીમાં રહેતી બહેનપણી નીશા રાણંગાના સ્કુટરમાં બેસી જતી હતી. નિત્ય ક્રમ મુજબ જુહીના પિતા તરુણભાઈ આજે પણ પુત્રીને શીતલપાર્ક પાસે ઉતારીને જતા રહ્યા હતા.

બંને બહેનપણી નિત્યક્રમ મુજબ કોલેજ જવા નીકળી અને હનુમાન મઢી ચોક હનુમાજીના મંદિર પાસે પહોંચી હતી. ત્યારે ડમ્પરની ઠોકરે ચડી ગઇ હતી. જેમાં એક્ટીવા ચાલક નિશાનો ચમ્તકારીક બચાવ થયો હતો. જ્યારે જુહી ડમ્પરની હડફેટે ચડી જતાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમોર્ટમ રૂૂમ ખાતે કરૂૂણ દ્રશ્યો સર્જાયા હતાં. મૃતકની સાથે ભણતી વિદ્યાર્થીનીઓ પણ દોડી આવી હતી. સ્વજનો પરિવારના આક્રંદથી ગમગીની વ્યાપી ગઇ હતી. અકસ્માત સર્જી નાસી છુટેલો ચાલક ગણતરીની કલાકોમાં જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.

જીવલેણ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરૂૂધ્ધ ગુનો નોંધી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ આર. એસ. મેઘાણી સહિતના સ્ટાફે તપાસનો દોર લંબાવ્યો છે.

Exit mobile version