વિધાનસભાની વિવિધ સમિતિની જાહેરાત, સાઇડલાઇન ધારાસભ્યોને સ્ટેરિંગ સોંપાયા

ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની 15મી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વર્ષ 2026-2027 માટે વિધાન સભાની જુદી જુદી સમિતિઓના ચેરમેન…

ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની 15મી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વર્ષ 2026-2027 માટે વિધાન સભાની જુદી જુદી સમિતિઓના ચેરમેન અને સભ્યોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકોમાં ભાજપના અનેક દિગ્ગજ અને યુવા નેતાઓનો સમાવેશ કરીને મોટું રાજકીય સંતુલન સાધવામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, રમણલાલ વોરા અને સી.જે. ચાવડા સહિત દિગ્ગજ નેતાઓને મોટી જવાબદારી મળતા આ મામલે ચર્ચાઓ શરૂૂ થઈ છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત વિધાનસભાની કામગીરી માટે અધ્યક્ષ શંકર ચૌધરીએ કુલ 19 સમિતિઓની જાહેરાત કરી છે, જેમાં 4 નાણાંકીય અને 15 બિન-નાણાંકીય સમિતિઓનો સમાવેશ થાય છે. વિધાનસભાની સૌથી મહત્વની ગણાતી સમિતિઓમાં રાજ્યના ટોચના નેતાઓને ચેરમેન પદ સોંપાયું છે. આ સમિતિઓ વિધાનસભાની નાણાંકીય અને વહીવટી કામગીરી પર દેખરેખ રાખવાનું મહત્વનું કાર્ય કરે છે.

રાજકીય વિશ્ર્લેષકોના મતે વિધાનસભાની આ સમિતિઓ મિની એસેમ્બલી જેવું કામ કરે છે. સરકારી વિભાગોના ખર્ચ, સરકારે આપેલા વચનોનું પાલન અને પછાત વર્ગોના કલ્યાણ માટે થતી કામગીરી પર સીધી વોચ રાખવાની સત્તા આ સમિતિઓ પાસે હોય છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ જેવા યુવા નેતાઓને ચેરમેન બનાવીને પક્ષે સંગઠન અને સરકાર બંને સ્તરે મજબૂત મેસેજ આપ્યો છે. ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ દ્વારા વિધિવત રીતે આ નામો પર મહોર મારી દેવામાં આવતા હવે આગામી દિવસોમાં આ સમિતિઓ પોતાની કામગીરી વેગવંતી બનાવશે.

કયા નેતાને કઈ સમિતિની જવાબદારી મળી?
ક્રમ સમિતિનું નામ ચેરમેનનું નામ
1 અંદાજ સમિતિ  – ડો. સી. જે. ચાવડા
2 જાહેર હિસાબ સમિતિ – પંકજ દેસાઈ
3 જાહેર સાહસોની સમિતિ – રમણલાલ વોરા
4 સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણની સમિતિ – અલ્પેશ ઠાકોર
5 ગૌણ વિધાન સમિતિ – હાર્દિક પટેલ
6 પંચાયતી રાજ સમિતિ – ઉદય કાનગડ
7 સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ – અમિત શાહ
8 અનુ. જાતિઓના કલ્યાણ માટેની સમિતિ – માલતી મહેશ્વરી
9 અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ – મોહનભાઈ ઢોડિયા
10 વિશેષાધિકાર સમિતિ કેશુભાઈ – પટેલ
11 સભ્ય નિવાસ સમિતિ સંગીતા – પાટીલ
12 સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિ – મુકેશભાઈ પટેલ