અન્નામલાઇ ભવિષ્યના તમિલનાડુના સીએમ?

તમિળનાડુમાં લાંબા સમયથી ચાલતા ડ્રામાનો અંત લાવીને અંતે કે. અન્નામલાઈએ ભાજપને રામ રામ કરી દીધા. અન્નામલાઈએ અઠવાડિયા પહેલાં જ ભાજપ છોડવાનું નક્કી કરી નાખેલું પણ…

તમિળનાડુમાં લાંબા સમયથી ચાલતા ડ્રામાનો અંત લાવીને અંતે કે. અન્નામલાઈએ ભાજપને રામ રામ કરી દીધા. અન્નામલાઈએ અઠવાડિયા પહેલાં જ ભાજપ છોડવાનું નક્કી કરી નાખેલું પણ ભાજપ હાઈકમાન્ડ અન્નામલાઈને છોડવા તૈયાર નહોતું કેમ કે તમિળનાડુમાં ભાજપ પાસે બીજો કોઈ નેતા જ નથી. આ કારણે અન્નામલાઈને મનાવવા માટે ભરપૂર કોશિશ કરાઈ. અન્નામલાઈની ભાજપમાંથી વિદાય સાથે તમિળનાડુમાં ભાજપની ફરી બેઠા થવાની રહીસહી આશા પણ ખતમ થઈ ગઈ છે એવું મોટા ભાગના રાજકીય વિશ્ર્લેષકો માને છે. ભાજપે અન્નામલાઈને કોરાણે મૂકીને વિધાનસભા ચૂંટણીમાં અન્ના દ્રમુકે સાથે જોડાણ કરેલું તેમાં સાવ ધોવાઈ ગયો. લોકસભાની ચૂંટણી વખતે અન્ના ભાજપનો પ્રમુખ હતો ને ભાજપને કુલ મતોમાંથી 11 ટકા મત મળ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ગણીને 3 ટકા મત મળ્યા ને 33 ઉમેદવાર ઊભા રાખેલા તેમાંથી માત્ર 1 જીત્યો છે. અન્નામલાઈ પોતાનો પ્રાદેશિક પક્ષ બનાવશે.

અન્નામલાઈ પ્રાદેશિક પક્ષ બનાવે તો ભવિષ્યમાં વિજયની પાર્ટીને ટક્કર આપી શકે છે. તમિળનાડુમાં વરસો સુધી દ્રમુક અને અન્ના દ્રમુકના દ્રવિડિયન રાજકારણની બોલબાલા રહી છે. ભાજપે હિંદુત્વના જોરે દ્રમુક અને અન્ના દ્રમુકેનું સ્થાન લેવાની કોશિશ કરી પણ સફળ ના થયો કેમ કે ભાજપે હિંદુત્વની સાથે હિંદી ભાષાની ભેળસેળ કરી નાખી. અન્નામલાઈના કિસ્સામાં પણ આ વાત લાગુ પડે છે. અન્નામલાઈએ ભાજપ માટે કામ કર્યું પણ ભાજપની લોકોને મૂરખ બનાવતી હિંદુત્વની વિચારધારાથી એક અંતર જાળવ્યું.

બીજું ઘણું આવું ગણાવી શકાય. અન્નામલાઈએ આ બધી વાતો કરવાના બદલે, માત્ર દ્રમુકના ભ્રષ્ટાચારની વાતો કરી ભાજપની જેમ બેવડાં ધોરણો ન બતાવ્યા અને મહાભ્રષ્ટાચારી જયલલિતાના ભ્રષ્ટાચાર વિશે ચૂપ રહેવાના ? બદલે જયલલિતાનો અસલી ચહેરો લોકો સામે મૂક્યો. અન્નામલાઈએ હિંદીનો વિરોધ ના કર્યો પણ હિંદી થોપવાની પણ તરફેણ નથી કરી. તેના કારણે તમિળ પ્રજાની લાગણી ના દુભાઈ. તમિળનાડુનો હિંદુ તમિળ ભાષાને પોતાનું ગૌરવ માને છે તેથી ભાજપ હિંદી ભાષાનું વાજું વગાડ્યા કરે એ તેને નથી ગમતું. આ ? કારણે તમિળનાડુમાં બહુમતી હિંદુઓની હોવા છતાં ભાજપ ઘૂસી -શક્તો નથી. અન્નામલાઈ શિક્ષિત છે અને આઈપીએસ છોડીને રાજકારણમાં આવ્યો છે.

આઈપીએસ તરીકે અન્નાએ એક પ્રમાણિક અધિકારી તરીકેની ઈમેજ ઊભી કરી હતી. આ જ ઈમેજ તેણે રાજકારણમાં પણ જાળવી છે. બીજા રાજકારણીઓ ભ્રષ્ટાચારીઓ અને ગુનાઈત ઈતિહાસ તિહાસ ધરાવતા ધરાવતા રાજકારણીઓના પગમાં આળોટી જાય છે ત્યારે અન્નાએ તેમનાથી અંતર જાળવ્યું. યુવાઓને આવી ઈમેજ ગમે છે એ જોતાં અન્ના માટે સારી તક છે અને ભવિષ્યમાં એ તમિળનાડુના ? મુખ્ય પ્રધાન બની શકે છે.