ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં ફરી એકવાર અભૂતપૂર્વ વધારો થયો છે. EDએ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની કંપની ’મેસર્સ ઇ-કોમ્પ્લેક્સ પ્રાઇવેટ લિમિટેડ’ અને તેના ડિરેક્ટરોના ઠેકાણાઓ પર હાઈપ્રોફાઈલ દરોડા પાડીને હજારો કરોડ રૂૂપિયાના લોન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 7 જુલાઈના રોજ પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન તપાસ એજન્સીને અબજો રૂૂપિયાના કથિત ફંડ ડાયવર્ઝન (નાણાંની હેરફેર) ને લગતા અત્યંત ગુપ્ત દસ્તાવેજો, કરોડોની સ્થાવર મિલકતોના રેકોર્ડ અને ડિજિટલ પુરાવા હાથ લાગ્યા છે. આ કથિત કૌભાંડ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (છઇંઋક) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL)માંથી જાહેર નાણાંની સિસ્ટમેટિક ઉચાપત સાથે જોડાયેલું છે.
EDની આ આક્રમક તપાસ સીબીઆઈ (CBI) દ્વારા દાખલ કરાયેલી વિવિધ એફઆઈઆર (FIR)પર આધારિત છે, જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા અને એક્સિસ બેંક સહિત દેશની 11 અગ્રણી બેંકોની ફરિયાદો બાદ નોંધવામાં આવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ બંને ફાઇનાન્સ કંપનીઓએ સામાન્ય જનતા અને બેંકો પાસેથી હજારો કરોડ રૂૂપિયા એકઠા કર્યા હતા અને ત્યારબાદ કોઈપણ પ્રકારની યોગ્ય ચકાસણી, જરૂૂરી દસ્તાવેજો કે ચૂકવણીની ક્ષમતા જોયા વિના જ મોટી કોર્પોરેટ લોન આપી દીધી હતી. આ લોન એવી શેલ (બોગસ) કંપનીઓને આપવામાં આવી હતી જે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી અને તેમનો કોઈ વાસ્તવિક બિઝનેસ ન હતો.
સૌથી સનસનાટીભર્યો દાવો એ છે કે આ બોગસ કંપનીઓના ડિરેક્ટરો કાં તો રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના સામાન્ય કર્મચારીઓ હતા અથવા તેમના નજીકના સાથીદારો હતા. આ તમામ બેંક ખાતાઓનો અસલી વહીવટ ગ્રુપની મુખ્ય કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ જ સંભાળતા હતા. તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં આ કૌભાંડમાં અંદાજે ₹15,548 કરોડની કાળા નાણાંની કમાણી શોધી કાઢી છે.
જેમાંથી ₹4,510 કરોડની મિલકતો પહેલેથી જ જપ્ત કરી લેવાઈ છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં રિલાયન્સ કેપિટલના પૂર્વ ડિરેક્ટર અમિતાભ ઝુનઝુનવાલા અને પૂર્વ સીએફઓ અમિત બાપનાની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી છે અને તેઓ હાલ જેલના સળિયા પાછળ છે.
