Site icon Gujarat Mirror

મોદી-ટ્રમ્પની મુલાકાત કરાવવા અનિલ અંબાણીએ એપસ્ટીન પાસે મદદ માગી હતી: કોંગ્રેસનો ધડાકો

અનિલ અંબાણીના ચેટના સ્ક્રીનશોટ વાયરલ કર્યા, વડાપ્રધાને જાતીય શોષણ- બળાત્કારના આરોપી પાસેથી શા માટે મદદ લેવી પડે, વેધક સવાલ

કોંગ્રેસે ગઇકાલે સતત બીજા દિવસે એપ્સ્ટેઈન ફાઇલ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ નેતા પવન ખેરાએ એકસ પર બે પોસ્ટ શેર કરી. આમાં, તેમણે 16 માર્ચ, 2017 ના રોજ અનિલ અંબાણી અને અમેરિકન સેક્સ અપરાધી જેફરી એપ્સ્ટેઈન વચ્ચેની ચેટના સ્ક્રીનશોટ શેર કર્યા હતા.ચેટમાં, અનિલ અંબાણી કુશનર અને બેનન (ટ્રમ્પની નજીક) સાથે મીટિંગ ગોઠવવામાં એપ્સ્ટેઈનની મદદ માંગતા અને ટ્રમ્પ અને મોદી વચ્ચે મીટિંગ ગોઠવવામાં એપ્સ્ટેઈનની મદદ માંગતા જોવા મળે છે.

ખેડાની બીજી પોસ્ટમાં 24 મે, 2019 ના રોજ જેફરી એપસ્ટેઇન અને સ્ટીવ બેનન વચ્ચે થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ છે. તેમાં, એપસ્ટેઇન બેનનને કહે છે કે મોદીની મુલાકાત ખરેખર રસપ્રદ હતી. મોદીના “માણસે” તેમને કહ્યું હતું કે વોશિંગ્ટન (યુએસએ) માં કોઈ તેમની સાથે વાત કરતું નથી.

અગાઉ, 31 જાન્યુઆરીના રોજ, ખેડાએ દાવો કર્યો હતો કે પીએમ મોદી માનવ તસ્કરી, સગીરોના જાતીય શોષણ અને બળાત્કારના દોષિત જેફરી એપસ્ટેઇનની સલાહનું પાલન કરે છે અને યુએસ રાષ્ટ્રપતિને ફાયદો પહોંચાડવા માટે ઇઝરાયલમાં નાચતા અને ગાયા હતા. તેઓ થોડા અઠવાડિયા પહેલા મળ્યા હતા.
પવન ખેરાનો દાવો છે કે આ સ્ક્રીનશોટમાં વાતચીત અનિલ અંબાણી અને જેફરી એપસ્ટેઇન વચ્ચેની છે.

પવન ખેરાના ચાર પ્રશ્નો ઉઠાવ્યા છે જેમાં 1. એક ખાનગી ઉદ્યોગપતિને એક શંકાસ્પદ વ્યક્તિ દ્વારા ઉચ્ચ સ્તરીય યુએસ રાજકીય સંપર્કોમાં ઝડપથી પ્રવેશ કેમ આપવામાં આવી રહ્યો હતો? 2. અનિલ અંબાણી વડાપ્રધાનની યુએસ મુલાકાતને સરળ બનાવવા અથવા વાટાઘાટો કરવામાં કેમ સામેલ હતા? 3. અમેરિકાના વરિષ્ઠ રાજકીય વ્યક્તિઓ સુધી અંબાણીની પહોંચ અને મોદી-ટ્રમ્પની સંભવિત મુલાકાતના સંદર્ભમાં જેફરી એપ્સ્ટેઈનની મદદ કેમ લેવામાં આવી રહી હતી? આ ચેનલને કોણે અધિકૃત કરી હતી? 4. જો સત્તાવાર રાજદ્વારી સંબંધો પહેલાથી જ સ્થાપિત થઈ ગયા હોય, તો સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજના નેતૃત્વ હેઠળના વિદેશ મંત્રાલય અને નિયમિત સરકારી ચેનલોને કથિત રીતે કેમ બાયપાસ કરવામાં આવી રહ્યા હતા?

પવન ખેરડાએ જણાવ્યું હતું કે 24 મે, 2019 ના રોજ, મોદીના બીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધાના એક અઠવાડિયા પહેલા, જેફરી એપ્સ્ટેઈન સ્ટીવ બેનન સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન થયેલ ચેટમાં જણાવાયું છે કે મોદીની મુલાકાત ખરેખર રસપ્રદ હતી. મોદીના “માણસે” તેમને કહ્યું કે વોશિંગ્ટનમાં કોઈ તેમની સાથે વાત કરતું નથી. મોદીના “માણસે” તેમને કહ્યું કે મુખ્ય દુશ્મન ચીન છે અને આ ક્ષેત્રમાં તેનો પ્રોક્સી પાકિસ્તાન છે. તેઓ સ્ટીવ બેનનના વિઝન સાથે સંપૂર્ણપણે સંમત છે. સ્ટીવ બેનનને તેમની સાથે મુલાકાત કરવી જોઈએ, અને એપ્સ્ટેઈન આ મુલાકાતનું આયોજન કરી શકે છે.

Exit mobile version