Site icon Gujarat Mirror

કાંકરેજના ગંગાપુર ગામે દશનામ ગોસ્વામી સમાજ વિશે એલફેલ બોલનાર મહંત બળદેવનાથ સામે નારાજગી


કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થળી મઠ મુકામે મહંત 10008 જગદીશપુરીજી બાપુ તા. 19-11-24 ના રોજ બ્રહ્મલીન (દેવલોક) થતા તા. 22-11-2024 ના રોલજ થળી મઠ મુકામે સમગ્ર સેવકો, ભકતગણ તેમજ સંતો, મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતી તરીકે મહંતશ્રી કાર્તિકપુરીજી બાપુની ચાદરવિધિ કરાઇ હતી.


કોઇપણ સંત, મહંતશ્રી દેવલોક પામે તો તેમના સેવકગણ, સંતો, ગ્રામજનોની હાજરીમાં પાલખીયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠયા લોકો દેવ દરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરૂશ્રી વસંતનાથ તા. કાંકરેજ હતા ત્યારે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ વિરૂધ્ધ અશોભનીય અને અભદ્ર બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવુ સમગ્ર સમાજને જણાવેલ છે.


સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઇ ખુબ જ આઘાત સાથે દુ:ખની લાગણી અનુભવેલ છે. જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરૂધ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.

Exit mobile version