Site icon Gujarat Mirror

પડતર માગણીઓને લઇને આંગણવાડી વર્કરોની હડતાળ

ત્રણ દિવસનો રજા રિપોર્ટ ગણવા આંગણવાડી કર્મચારી સંગઠનની માગણી

આંગણવાડી વર્કર અને હેલ્પરોની લાંબા સમયની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા આજથી તા.20 સુધી કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પોગ્રામ ઓફીસર અને સીડીપીઓને આ દિવસો રજા રિપોર્ટ તરીકે ગણવા વિનંતી કરવામાં આવી છે.ર

જુઆતમાં જણાવાયું છે કે ઘણાં સમયથી આંગણવાડી વર્કર અને હેલ્પરો પોતાના મૂંઝવતાપ્રશ્નો જેવા કે 1) કેન્દ્ર સરકારે 2018 પછી અને ગુજરાત સરકારે 2022 પછી આંગણવાડી વર્કર તથા પગાર વધારો કરેલ ન હોય લઘુતમ વેતન જેટલો અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદા મુજબનો વેતન વધારો કરવા,2) ડિજિટલ કામગીરી માટે 2022 માં આપેલ વચન મુજબ તાત્કાલિક અસરથી નવા મોબાઈલ આપવા,3) નિવૃત્તિ વયમર્યાદા તમામ રાજ્યોની જેમ 60 કરવા4) એક વખત જિલ્લા,તાલુકા તથા વોર્ડ ફેર ની બદલી માટેની તક આપવા 5) એવી ટી એપ્લિકેશન તથા એફઆરએસ તાકીદે બંધ કરવામાં આવે તથા અન્ય એપ્લિકેશનનો કામનો બોજ ઓછો કરવાઠ) ઉનાળામાં વેકેશન દરમિયાન બાળકો આવતા ન હોય આંગણવાડી વર્કર હેલ્પર માટે માટે સાથે વેકેશન આપવા 7) તમામ પ્રકારના બિલો રજીસ્ટર ના ખર્ચાઓ તથા ઉજવણીના ખર્ચાઓ મકાન ભાડા સહિતના તમામ બિલો નિયમિત કરવામાં આવે તથા 10 મી માર્ચ, મુખ્યમંત્રીને રૂૂબરૂૂ આપેલ રજૂઆત અને તે પછી સરકાર સમક્ષ રજૂ કરાયેલ આવેદનપત્રોની માગણી ઉકેલવા રજૂઆતો કરતા આવ્યા છે. પરંતુ તે પ્રશ્નોનો ઉકેલ આવેલ નથી.

આંગણવાડી વર્કરો અને હેલ્પરો સરકારશ્રીને તથા આપ શ્રી ને આપના તમામ કાર્યક્રમોમાં સહકાર આપતા આવ્યા છે સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને આજે પણ અમારી માગણી બાબતે સરકાર તાત્કાલિક બેઠક યોજી તેનો ઉકેલ લાવે તેવી માંગણી છે. બંધારણ અને લોકશાહી ધોરણે જે અધિકારો અમને મળ્યા છે તે અધિકાર મુજબ અમારી માગણીઓ માટે તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ ગણવા તથા તે મુજબ કામથી અળગા રહેશું તે જણાવી રહ્યા છીએ.

અમારી આ રજૂઆત ઉપર સુધી પહોંચાડવા માટે પણ આપને વિનંતી કરીએ છીએ તેમજ આપ પણ અમારી આ વ્યાજબી અને ન્યાયી માગણીઓ બાબતે કોઈપણ પ્રકારનું અન્યાયી દબાણ ન કરવા માટે, તથા ઉશકેરાટ ફેલાય તેવું કોઈ પણ પગલું ન ભરવા માટે પણ વિનંતી કરીએ છીએ. તારીખ 18 થી 20 દરમિયાન આપને ત્યાં તૈયાર નાસ્તો કે દૂધ નો પુરવઠો આપવામાં આવતો હોય તો તે દિવસો પૂ રતોબંધ રાખવા સૂ ચનાઆપવા માટે આપને વિનંતી કરવામાં આવે છે.

Exit mobile version