આંતરરાષ્ટ્રીય

રૂપિયા 40,000 કરોડની સંપતિનો માલિક આનંદ ક્રિષ્નન હવે સાધુ બનશે

Published

on

માત્ર 18 વર્ષની ઉંમરે પોતાની સમૃદ્ધ અને વૈભવી જીવનને છોડીને સંન્યાસની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા છે. આનંદ ક્રિષ્નન મલેશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.


તેમની પાસે 5 બિલિયન યુએસ ડોલર એટલે કે 40,000 કરોડથી વધુની સંપત્તિ છે. તેમનો વ્યવસાય ટેલિકોમ્યુનિકેશન, મીડિયા, સેટેલાઇટ, તેલ, ગેસ અને રિયલ એસ્ટેટમાં ફેલાયેલો છે. આનંદ કૃષ્ણન એરસેલના પૂર્વ માલિક પણ છે, જે એક સમયે આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સને સ્પોન્સર કરતી હતી.


વેન અજન સિરિપાન્યોનું બાળપણ શાહી અંદાજમાં વીત્યું હતું. હવે તેણે પોતાની આરામદાયક અને વૈભવી જીવનશૈલી છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને સાધુ બનવાનું નક્કી કર્યું. તેમના પિતા આનંદ કૃષ્ણન પણ પોતાને એક સમર્પિત બૌદ્ધ અનુયાયી તરીકે વર્ણવે છે. તેમણે તેમના પુત્રના આ નિર્ણયનું સન્માન કર્યું છે.


વેન અજાન સિરીપાન્યોની સન્યાસની સફર 18 વર્ષની ઉંમરે થાઈલેન્ડની યાત્રાથી શરૂૂ થઈ હતી. થાઈલેન્ડમાં તેની માતાના પરિવારની મુલાકાત લેતી વખતે તેણે આશ્રમમાં અસ્થાયી રૂૂપે નિવૃત્ત થવાનું નક્કી કર્યું. આજે તે થાઈલેન્ડ-મ્યાનમાર સરહદની નજીક સ્થિત દતાઓ ડેમ મઠના વડા તરીકે રહે છે. તેણે તેનું બાળપણ તેની બે બહેનો સાથે લંડનમાં વિતાવ્યું હતું. તેણે ત્યાં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો. વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે ઉછરીને અજાન સિરીપાન્યોને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોની ઊંડી સમજણ આપી છે. વેન અજાન સિરિપાન્યો આઠ ભાષાઓ જાણે છે.

તેને અંગ્રેજી, તમિલ અને થાઈ ભાષાઓનું પણ જ્ઞાન છે. વેન અજાન સિરીપાન્યો ખૂબ જ સાદું જીવન જીવે છે. તે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તે તેના પરિવાર સાથે પણ જોડાયેલ છે અને સમય સમય પર પરિવાર સાથેના સંબંધો જાળવી રાખવા માટે તેની પૂર્વ જીવનશૈલીમાં પાછો ફરે છે. તેઓ ક્યારેક પરિવારના સભ્યોને મળવા માટે પણ પ્રવાસ કરે છે. તે એકવાર તેના પિતાને મળવા માટે પ્રાઈવેટ જેટમાં ઇટાલી જતો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version