ગુજરાત
ત્રિકોણબાગ પાસે ફુટપાથ પરથી મળેલા અજાણ્યા યુવાને સારવારમાં દમ તોડયો
જમણા હાથે એમ.કે. ત્રોફાવ્યું છે: વાલીવારસની શોધખોળ
રાજકોટ શહેરના ત્રીકોણબાગ પાસે તીરૂપતી જવેલર્સની બાજુમાં ફુટપાથ પર એક અજાણ્યો પુરૂષ (ઉ.વ.40) વાળો બેભાન હાલતમાં પડયો હોવાનું જાણવા મળતા કોઇએ 108ને જાણ કરતા ઇએમટી ભાવીકાબેન વાળાએ જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.
આ યુવાને શરીરે કાળી લીટીવાળો ચેકસ શર્ટ પહર્યો હતો તેમજ કાળા કલરનું તુટેલું પેન્ટ પહેરેલ છે. યુવાનના જમણા હાથે અંગ્રેજીમાં એમ.કે. ત્રોફાવ્યું છે. આ મામલે એ ડીવીઝન પોલીસના પીએસઆઇ એમ.આર. મકવાણા તપાસ ચલાવી રહ્યા છે. તેમજ મૃતકના વાલીવારસ વિશે કોઇ માહિતી મળે તો એ ડીવીઝન પોલીસના નંબર (0281-226659) માં જાણ કરવા જણાવાયું છે.