ગુજરાત

લાલપુરના મોટી ખાવડી પાસે ટ્રક અડફેટે ચડેલા અજાણ્યા યુવાનનું મોત

Published

on

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડી નજીક એક ટ્રકના ચાલકે 40 થી 45 વર્ષની વયના અજાણ્યા યુવકને કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું છે. જે મામલે મેઘપર પોલીસ તપાસ ચલાવે છે.


આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરે 12.00 વાગ્યાના અરસામાં પૂરઝપે આવી રહેલા જીજે -12 બી.એફ. 9378નંબરના ટ્રક ના ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવી પગપાળા ચાલીને જઈ રહેલા 40 થી 45 વર્ષની વયના એક આજ્ઞાત યુવાનને હડફેટમાં લઈ કચડી નાખતાં તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવ અંગે મોટી ખાવડીના સામાજિક કાર્યકર વિપુલસિંહ હાલુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ એ બનાવના સ્થળે પહોંચી જઈ અજ્ઞાત યુવાનના મૃત્તદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જયારે મૃતદેહની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂૂમમાં રાખ્યો છે. ઉપરાંત અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.


જોગવડના આધેડનો ભોગ લેતો હાર્ટએટેક
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા 45 વર્ષના એક યુવાનને હાર્ટએટેક આવી જવાથી મૃત્યુ નિપજયું છે. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા ભોજાભાઇ હરદાસભાઇ સિંધિયા નામના વર્ષ ના યુવાન ને પોતાના ઘેર એકાએક હાર્ટ એટેક આવી જતાં બેભાન થઈ ગયા પછી સિક્કાની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા બાદ ફરજ પર ના તબીબે તેનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ બાબુભાઈ હરદાસભાઇએ પોલીસને જાણ કરતાં મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version