Site icon Gujarat Mirror

મોરબીનાં બેલા ગામે અજાણ્યા પુરૂષે ચાલુ રિક્ષામાંથી કૂદકો મારતા થયું મોત

પ્રથમ બનાવમાં બેલા ગામ નજીક શંભુ ડેકોર પાસે અજાણ્યા પુરુષ આશરે 25 થી 30 વાળાએ રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળિયાની અણીયારી ચોકડીએ લેમીટ પેપરમિલના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા સુનીલકુમાર લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા (ઉ.વ.38) નામના યુવાનને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

બીજા બનાવમાં ટંકારા કલ્યાણપર રોડ પર દરગાહ પાસે રહેતા ફતેમાંમદ મુસાભાઈ જસરાયા પોતાના ઘરે ફળિયામાં ઉભા હતા ત્યારે હાર્ટ એટેક આવતા મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version