Site icon Gujarat Mirror

અયોધ્યા ચોક પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો

શહેરના અયોધ્યા ચોક પાસે એક બેકાબૂ બનેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રસ્તા પર ફેંકાઈ જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ઇજાગ્રસ્ત બાઇક ચાલકની સ્થિતિ જોઈ તેને સમયસર સારવાર મળી રહે તે માટે ત્વરિત હોસ્પિટલે ખસેડવાની વ્યવસ્થા કરી હતી.

અકસ્માતની આ ઘટના બાદ સ્થળ પર લોકોના મોટા ટોળાં એકત્ર થઈ ગયા હતા.તે દરમિયાન અકસ્માત સર્જનાર કારની તપાસ કરતાં તેમાંથી એક તીક્ષ્ણ છરી મળી આવી હતી, જેના કારણે સ્થળ પર અફરાતફરી અને રોષનો માહોલ સર્જાયો હતો. ભાગવાનો પ્રયાસ કરી રહેલા કાર ચાલકને સ્થાનિક લોકોએ હિંમતપૂર્વક ઝડપી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.લોકોએ કાર ચાલકને પોલીસને હવાલે કર્યો હતો અને પોલીસે છરી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version