યુવતી કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા ગઈ હતી, વૃધ્ધ પોતાના ઘરે લઈ જતાં પત્નીને ન ગમ્યું
રાજકોટ શહેરમાં શાપર વેરાવળમાં ગઈકાલે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયેલી એક 21 વર્ષની યુવતીને વૃદ્ધનો ભેટો થયો હતો અને તેમને તે ઘરે લઈ ગયો હતો અને ત્યારબાદ ત્યાં વૃદ્ધના પત્ની અને તેમની દીકરીએ આડાસબંધની શંકા કરી યુવતીની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કર્યો હતો.આ ઘટનામાં યુવતીને ઇજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ,પારડીમાં રહેતી 21 વર્ષની યુવતીને શાપરમાં આડાસબંધની શંકાએ માતા અને પુત્રીએ આંખમાં મરચાની ભૂકી નાખી પાઇપ વડે માર માર્યો હતો.આ અંગે શાપર વેરાવળ પોલીસના સ્ટાફે યુવતીનું નિવેદન લેવા તજવીજ શરૂૂ કરી છે.યુવતીએ જણાવ્યું હતું કે,તેમને શાપર વેરાવળમાં એક કંપનીમાં ઇન્ટરવ્યુ હોય તે ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી.ત્યારબાદ ત્યાંથી નીકળી તે જતી હતી તેવામાં એક 60 વર્ષના વૃદ્ધ મળ્યા હતા અને ઓળખાણ થતા તેમને તે ઘરે લઈ ગયા હતા.
ત્યારબાદ યુવતી તેમના ઘરે જતા જ વૃદ્ધના પત્ની અને પુત્રીને તે ગમ્યું નહોતું અમે વૃદ્ધના કાંઈક સબંધ હશે તેવી શંકા કરી તેમણે વૃદ્ધને છાસ લેવા બહાર મોકલી યુવતી સાથે માથાકૂટ શરૂૂ કરી હતી અને મરચાની ભૂકી છાંટી અને યુવતી પર પાઇપ વડે હુમલો કર્યો હતો જેથી યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં અહીં સિવિલમાં ખસેડાઇ હતી.આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર વેરાવળ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે. આ ઘટનામાં હાલ ભોગ બનનાર યુવતી સારવારમાં છે. પોલીસે યુવતીનું નિવેદન લઈ વૃધ્ધના પત્ની અને પુત્રીની પુછપરછ પણ શરૂ કરી છે.
