મોરબીના વીજપરા ગામ પાસે ચાલુ બાઈકે પટકાયેલા રાજપરાના વૃધ્ધનું મોત

મોરબીના રાજપરા ગામે રહેતાં વૃધ્ધ શાકભાજી અને હટાણુ કરી બાઈક પાછળ બેસી પરત ફરતાં હતાં હતા ત્યારે વીજપરા ગામ પાસે પહોંચતાં વૃધ્ધ ચાલુ બાઈકે નીચે…

મોરબીના રાજપરા ગામે રહેતાં વૃધ્ધ શાકભાજી અને હટાણુ કરી બાઈક પાછળ બેસી પરત ફરતાં હતાં હતા ત્યારે વીજપરા ગામ પાસે પહોંચતાં વૃધ્ધ ચાલુ બાઈકે નીચે પટકાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના રાજપરા ગામે રહેતાં રાજાભાઈ સીદાભાઈ પરમાર નામના 62 વર્ષના વૃધ્ધ મોરબી ખાતે શાકભાજી અને હટાણુ કરવા ગયા હતાં. જ્યાંથી સંજયભાઈના બાઈક પાછળ બેસી રાજપરા ગામે પરત આવતાં હતાં ત્યારે વીજપરા ગામ પાસે પહોંચતાં રાજાભાઈ પરમાર સંજયભાઈના બાઈક પરથી નીચે પટકાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.