Site icon Gujarat Mirror

તહેવાર ટાણે ખરીદી કરવા જતા બાઇક ચાલક વૃધ્ધનું ટેન્કર અડફેટે મોત

ધોરાજી નજીક બનેલી ઘટના : મોટી પરબડીના વૃધ્ધના મોતથી પરિવાર શોકમાં ગરકાવ

ધોરાજીનાં મોટી પરબડી ગામે રહેતા વૃધ્ધ તહેવાર નજીક આવતા પોતાનુ બાઇક લઇને ખરીદી કરવા જઇ રહયા હતા ત્યારે ધોરાજી નજીક જુનાગઢ રોડ પર ટેન્કરનાં ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ધોરાજીનાં મોટી પરબડી ગામે રહેતા લક્ષ્મણભાઇ મેરામભાઇ સારીખડા (ઉ. વ. 6પ ) તહેવાર નજીક આવતા પોતાનુ બાઇક લઇ ધોરાજી ખરીદી કરવા નીકળ્યા હતા . જે દરમ્યાન ધોરાજી નજીક જુનાગઢ રોડ પર ટેન્કર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા તેમનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. આ અંગે ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version