Site icon Gujarat Mirror

કાંગશિયાળીમાં રૂ.4.84 લાખની ચોરીમાં ચડ્ડી બનિયાન ગેંગનો સાગરીત ઝડપાયો

 

રાજકોટ નજીક કાંગશીયાળી ગામની સીમમાં આવેલ નીરવાના બંગ્લોઝમાં બે મકાનમાં રૂૂ.484 લાખની ચોરીમાં કરનાર ચડ્ડીબનિયાન ધારી ગેંગના ફરાર શખ્સને શાપર (વેરાવળ) પોલીસે ધરપકડ કરી હતી. ચોરીમાં સંડોવાયલ 9 પૈકી 6 શખ્સો ની આગાઉ એલસીબીએ ધરપકડ કરી હતી.

રાજકોટ નજીક કાંગશીયાળી ગામની સીમમાં આવેલ નીરવાના બંગ્લોઝમાં ગઇ તા.24/11/2024 રાતથી તા.25/11/2024 ના વહેલી સવારના છ વાગ્યા દરમ્યાન નીરવાના બંગ્લોઝમાં રહેતા અરવિંદભાઇ જેરામભાઇ નરેરા અને નરેન્દ્રસિંહ દીલુભા સોલંકીના ઘરના રૂૂમની બારીની ગ્રીલ તોડી રૂૂમના કબાટમાં રાખેલ સોનાના દાગીના અને રોકડ સહીત રૂૂ.4.82 લાખની ચોરી થઇ હતી. જે ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.શાખાએ ઉકેલી નાખી ચોરીમાં સંડોવાયેલ કુલ 9 શખ્સો માંથી 3 આરોપીઓને રોકડ રૂૂ.1.72 લાખની રોકડ સાથે પકડી પાડેલ જે ગુન્હાના પકડવા પરના બાકી કુલ-6 આરોપીઓ પૈકી મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના પરવટ સરપંચ ફળીયામાં રહેતા રવિન્દ્ર પુનીયાભાઇ જણીયા (ઉ.વ.25)ની મધ્યપ્રદેશ રાજયના રાણાપુર ખાતે થી શાપર વેરાવળ પોલીસે પકડી પાડી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.શાપર વેરાવળ પોલીસ મથકના પી.આઈ આર.બી.રાણા તથા એ.એસ.આઇ. વિરભદ્રસિંહ વાઘેલા તથા તુષારસિંહ જાડેજા ,ક્રિપાલસિંહ રાણા, મહેન્દ્રભાઇ ધાધલ, ઉપેન્દ્રસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા, પીયુષ ભાઇ અઘેરા, લગધીરસિંહ જાડેજા, નીલેષભાઇ ડાભીએ કામગીરી કરી હતી.

 

 

Exit mobile version