કચ્છમાં પાડોશી સાથે ઝઘડો થતા 83 વર્ષના વૃધ્ધનું હૃદય બેસી ગયું: મોત

માંડવીના બાગમાં પડોશી સાથે બોલાચાલીનાં પગલે 83 વર્ષીય વૃદ્ધ ભાણજીભાઇ મોતાનું બ્લડપ્રેશર વધી જતાં તેમનું મૃત્યુ થયું હતું. બીજી તરફ મુંદરાના નાના કપાયામાં મૂળ મધ્યપ્રદેશના…

માંડવીના બાગમાં પડોશી સાથે બોલાચાલીનાં પગલે 83 વર્ષીય વૃદ્ધ ભાણજીભાઇ મોતાનું બ્લડપ્રેશર વધી જતાં તેમનું મૃત્યુ થયું હતું. બીજી તરફ મુંદરાના નાના કપાયામાં મૂળ મધ્યપ્રદેશના 17 વર્ષીય કિશોર એવા સાગર કલ્યાણ જાટવને વીજશોક ભરખી ગયો હતો. બાગ ગામે રહેતા 83 વર્ષીય વડીલ ભાણજીભાઇએ આજે બપોરે કૂતરાને મારવા બાબતે પડોશીને ઠપકો આપતાં તેનાં પગલે થયેલી બોલાચાલીમાં ભાણજીભાઇનાં બ્લડપ્રેશર વધી જતાં તેમનું મૃત્યુ થયું હતું.

આ અંગેની વિગતો માંડવી પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી. બીજી તરફ મૂળ મધ્યપ્રદેશનો એવો 17 વર્ષનો કિશોર સાગર જાટવ આજે સવારે 8-15 વાગ્યના અરસામાં નાના કપાયા વલ્લભ વિદ્યાલયના બીજા માળે તે ભૂલથી ઇલેક્ટ્રિક વાયરને અડી જતાં તેનું મોત નીપજતાં કરુણાંતિકા સર્જાઇ હતી. આ બનાવની વિગતો મુંદરા પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.