Site icon Gujarat Mirror

અમિત ભાણવડિયાના ભાગીદારો, સીએ, એકાઉન્ટન્ટની પૂછપરછ

ગામ પાસેથી ઉઘરાવેલા કરોડો રૂપિયા ગયા કયાં ?, મોટામાથાઓએ મિલકતો લખાવી લીધી તેની પણ તપાસ, કલેક્ટરતંત્રમાંથી મિલકતો-વ્યવહારોની વિગતો મંગાવશે ક્રાઇમ બ્રાન્ચ

શહેરના બિલ્ડરો અને ઉદ્યોગકારોને ઉચા વળતરની લાલચ આપી નાણા ફેરવતા મોટા ગજાના ફાઈનાન્સર અમિત ભાણવડીયા અને વિજય માકડીયા સામે વડાલીયા ફૂડસ પરિવાર સાથે રૂૂા.10.98 કરોડની છેતરપીંડી આચર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચે ફાઈનાન્સર અમિત ભાણવડીયાની ધરપકડ કરી હતી.તેની રિમાન્ડ મેળવી વધુ તપાસ શરુ કરી છે.ત્યારે અમિત ભાણવડીયા અને વિજય માકડીયાની છેતરપીંડીનો ભોગ બનેલા 100 થી વધુ રોકાણકારો ક્રાઈમ બ્રાંચના શરણે આવ્યા બાદ ક્રાઈમ બ્રાંચે પુરાવા એકત્ર કરવાનું શરૂૂ કર્યું છે. ક્રાઈમ બ્રાંચે અમિત ભાણવડીયાના ભાગીદારો ઉપરાંત તેના આર્થિક વ્યવહારોનો હિસાબ રાખતા સીએ સાથે એકાઉટન્ટ સહીત 30 થી વધુ લોકોની પુછપરછ કરી છે.

સ્ટોન ક્રશરમાં રોકાણના નામે રાજકોટના અનેક મોટામાથાઓ ને શીશામાં ઉતારનાર અમીતના કાળા કરતુત પાછળ મોટા માથા હોવાનું ચર્ચાઈ રહ્યું છે . ક્રશરના વ્યવસાયમાં રોકાણ કરવાની લાલચ આપી દર્શન મીનરલ પેઢી, જયેશ સ્ટોન ક્રશર પેઢી, દર્શિત સ્ટોન ક્રશર પેઢી નામે વાર્ષિક 12 ટકાના વળતર સાથે ભાગીદારીમાં કપચીનો વેપાર ધંધો કરીવાની લાલચ આપી રાજકોટના 100 થી વધુ રોકાણકારો પાસેથી 50 હજારથી લઇ 10 કરોડ જેટલી રકમ રોકાણ કરાવી ગુમ થયેલ અમિત ભાણવડીયાએ ગામ પાસે ઉઘરાવેલ કોરોડો રૂૂપિયા ગયા ક્યાં તે મુદ્દો તપાસનો વિષય બન્યો છે. અમિત ભાણવડીયા પાસે મોટા માથાઓએ મિલકત લખવી લીધી હોવાની વાત પણ સામે આવી રહી છે. તે મામલે પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. તેમજ અમિત ભાણવડીયાની મિલકતો અને વ્યવહારોની તપાસ સાથે ક્રાઈમ બ્રાંચે કલેકટર કચેરી પાસેથી અમિત ભાણવડીયાના નામની મિલકતોની વિગતો મંગાવી છે.

અમિત ભાણવડિયા અને વિજય માકડીયા સામે ગુનો નોંધાયા બાદ ભોગ બનનાર 100 થી પણ વધુ રોકાણકારો ક્રાઈમ બ્રાંચ ખાતે ફરિયાદ કરવા દોડી ગયા હતા જે તમામ પાસેથી લેખિત અરજીઓ લેવામાં આવી છે અને તે અંગેના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાનાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસ ચલાવી રહી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા અમીત રમેશ ભાણવડીયાના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હોય .રીમાન્ડ દરમિયાન ક્રાઈમ બ્રાંચે અમિત ભાણવડીયાના 10 થી વધુ ભાગીદારો ઉપરાંત તેના આર્થિક વ્યવહારોનો હિસાબ રાખતા સીએ સાથે એકાઉટન્ટ(મેતાજી) સહીત 30 થી વધુ લોકોની પુછપરછ કરી છે.

વિશેષ પુછપરછ અને વધુ તપાસ માટે હજુ અમિત ભાણવડીયાના વધારાના પાંચ દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવશે.ઉપરાંત તપાસ દરમિયાન એવા કેટલાક અરજદારોની માહિતી મળી છે જે રોકાણકારોએ તેમણે રોકેલી મૂડી પરત મળી ગયા છતાં અમિત ભાણવડીયા પાસે વધારાના રૂૂપિયા પડાવવા ક્રાઈમ બ્રાંચમાં અરજી કરી હોય તેવા અરજદારોની યાદી પણ ક્રાઈમ બ્રાંચ તૈયાર કરી રહી છે.

કરોડો રૂપિયા ગયા કયાં? સટ્ટામાં કે જુગારમાં ?

રાજકોટનાં અનેક રોકાણકારોના 100 કરોડથી વધુ રૂપિયા ચાઉં કરી જનાર ફાયનાન્સર અમિત ભાણવડીયા સામે ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ મામલે ક્રાઈમ બ્રાંચની તપાસમાં અમિત ભાણવડીયા કે જેનું ગામમાં મોટુ નામ હતું તેની પેઢી કાચી પડવા પાછળનું કારણ શું ? તે મુદ્દે તપાસમાં જુગારમાં અમીત ભાણવડીયા મોટી રકમ હારી ગયો હોય તેમજ સટ્ટામાં પણ તેણે રૂપિયા ગુમાવી દીધા હોય અને બીજી તરફ તેણે જે પ્રોજેકટમાં રોકાણ કર્યુ હતું. તેવા કેટલાક પ્રોજેકટ નિષ્ફળ જતાં આર્થિક ભીંસમાં સપડાયેલા અમિત ભાણવડીયાએ રાજકોટ મુકી દીધું હતું. આ મામલે ક્રાઈમ બ્રાંચે વિશેષ તપાસ શરૂ કરી છે.

Exit mobile version