Site icon Gujarat Mirror

ઇરાને બે US વિમાનો તોડી પાડતા છતાં વાતચીત ચાલુ: ટ્રમ્પ

દુર્ઘટના બાદના રેસ્કયુ ઓપરેશન વિશે અમેરિકી પ્રમુખે કંઇ બોલવાનો કર્યો ઇન્કાર

મધ્ય પૂર્વમાં અમેરિકન લડાયક વિમાનો ઈરાન દ્વારા તોડી પાડવા આવ્યા છે, ત્યારે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આ ઘટનાઓની ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ અસર પડશે નહીં. NBC ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે, ’આ ઘટનાઓની રાજદ્વારી સંબંધો અને વાતચીત પર કોઈ અસર નહીં પડે, બિલકુલ નહીં. આ યુદ્ધ છે. આપણે યુદ્ધમાં છીએ.’ તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહી અને રાજદ્વારી પ્રયાસો બંને સાથે-સાથે ચાલી રહ્યા છે.

ઈન્ટરવ્યૂ દરમિયાન, ટ્રમ્પે દુર્ઘટનાગ્રસ્ત અમેરિકન વિમાનો સંબંધિત સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન વિશે ચર્ચા કરવાનો ઈનકાર કરી દીધો હતો. ટ્રમ્પે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ જટિલ અને સંવેદનશીલ છે, તેથી તેઓ ચાલી રહેલા સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન વિશે વિગતવાર કંઈ કહેશે નહીં. તેમણે વિમાનોના ક્રેશ થયા બાદ મીડિયા કવરેજ અંગે પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આ એક સક્રિય સૈન્ય અભિયાન છે, જેને સમજવાની જરૂૂર છે.

મધ્ય પૂર્વમાં શુક્રવારે અમેરિકન વાયુસેના સાથે જોડાયેલા બે અલગ-અલગ વિમાન ઈરાને ધ્વસ્ત કર્યાનો દાવો કર્યો હતો, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. સૌથી પહેલા, અમેરિકાનું એક F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાન ઈરાનના એરસ્પેસમાં તૂટી પડ્યું હતું. ઈરાને દાવો કર્યો છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમે આ અમેરિકી વિમાનને તોડી પાડ્યું છે. આ વિમાનમાં પાયલટની સાથે એક વેપન સિસ્ટમ ઓફિસર પણ હતો. અમેરિકાએ તેમાંથી એકને સુરક્ષિત બચાવી લેવાનો દાવો કર્યો છે, જ્યારે બીજાની શોધખોળ હજુ ચાલુ છે.
બીજું એક અમેરિકન લડાયક વિમાન A-10 થંડરબોલ્ટ IIસ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ન્યૂયોર્ક ટાઈમ્સે એક અમેરિકન અધિકારીને ટાંકીને વિમાનના ક્રેશ થવાની પુષ્ટિ કરી છે. જો કે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે વિમાન અકસ્માતે ક્રેશ થયું છે કે તેને તોડી પાડવામાં આવ્યું છે. આ ઘટના અંગે ઈરાન તરફથી હજુ સુધી કોઈ દાવો કરવામાં આવ્યો નથી. વિમાનના પાયલટ અંગે પણ કોઈ માહિતી સામે આવી નથી. ગઢઝના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકાએ પાયલટને રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન શરૂૂ કર્યું છે.

Exit mobile version