Site icon Gujarat Mirror

‘ધમકીઓથી ડરી ગયું અમેરિકા..’ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ના દાવા પર ઈરાનનો સનસનીખેજ જવાબ

 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ ના દાવા પર ઈરાને સનસનીખેજ જવાબ જવાબ આપ્યો છે. ઈરાનની ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ જ સંપર્ક થયો નથી.વળતાં પ્રહારના ડરના કારણે અમેરિકાએ પીછેહઠ કરી છે. ઈરાનના વિદેશ નીતિ આયોગના પ્રવક્તા ઈબ્રાહીમ રેજાઈએ કહ્યું કે યુદ્ધ યથાવત છે, શૈતાનની એક વધુ હાર, ટ્રમ્પ અને અમેરિકા ફરી એક વખત હારી ગયા છે

ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે ટ્રમ્પ સાથે કોઈ સીધી કે આડકતરી વાતચીત થઈ નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનની કડક ચેતવણી બાદ ટ્રમ્પ પાછળ હટ્યા છે.

અફઘાનિસ્તાન સ્થિત ઈરાની દૂતાવાસે ટ્રમ્પના એ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે ઈરાનના ઉર્જા અને પરમાણુ મથકો પરના હુમલા ટાળી દીધા છે. દૂતાવાસે દાવો કર્યો કે ટ્રમ્પે આ પગલું ઈરાનની કડક ચેતવણી બાદ ઉઠાવ્યું છે અને તેઓ હુમલાથી પાછળ હટી ગયા છે. બીજી તરફ, તસ્નીમ ન્યૂઝ એજન્સીએ પણ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું, “ટ્રમ્પ પાછળ હટી ગયા!”

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઈરાન સાથે ચાલી રહેલી ઊંડી અને વિગતવાર ચર્ચાને ધ્યાનમાં રાખીને, મેં ડિપાર્ટમેન્ટ ઓફ વોરને સૂચના આપી છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા તમામ સૈન્ય હુમલાઓને આગામી 5 દિવસ માટે મોકૂફ રાખવામાં આવે. હવે આ વાતચીત આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે.

Exit mobile version