પરસાણા ચોકમાં ક્ધસ્ટ્રક્શન સાઇટ પરથી 10.11 લાખની એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી

રાજકોટ શહેરના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ચાલતા ‘સ્કાય લાઇન પ્રોજેક્ટ’ નામના બાંધકામની સાઇટ પરથી અજાણ્યા ચોર ઇસમો દ્વારા રૂૂ. 10,11,000…

રાજકોટ શહેરના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ચાલતા ‘સ્કાય લાઇન પ્રોજેક્ટ’ નામના બાંધકામની સાઇટ પરથી અજાણ્યા ચોર ઇસમો દ્વારા રૂૂ. 10,11,000 ની કિંમતની 69 નંગ એલ્યુમિનિયમની પ્લેટોની ચોરી થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આ અંગે સાઇટ પર છેલ્લા છ મહિનાથી સાઇટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય ધવલભાઇ જીતેંદ્રભાઇ સોલંકી (રહે. વંદન વાટીકા, એરપોર્ટ રોડ, રાજકોટ) એ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તારીખ 25 જૂન 2026 ના રોજ સવારે આશરે સાડા નવ વાગ્યાની આસપાસ જ્યારે એન્જિનિયર ધવલભાઇ સાઇટ પર હાજર હતા, ત્યારે બાંધકામના મજૂરોએ જણાવ્યું હતું કે શટરિંગના કામ માટે વપરાતા માઇવન મટિરિયલમાં એલ્યુમિનિયમની પ્લેટો ઘટે છે.

આ સાંભળીને એન્જિનિયરે સાઇટ પર જ્યાં તમામ પ્લેટો રાખવામાં આવી હતી ત્યાં જઇને તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં પ્લેટો ઓછી જણાતા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી અને ફરજ પરના સિક્યુરીટી ગાર્ડની પણ સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્લેટો મળી આવી ન હતી. ત્યારબાદ સાઇટ પર હાજર મજૂરો દ્વારા પ્લેટોની વિગતવાર ગણતરી કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે સાઇટ પર મંગાવવામાં આવેલી કુલ 459 પ્લેટોમાંથી અલગ-અલગ સાઇઝની કુલ 69 પ્લેટો ઓછી હતી.

ચોરી થયેલી આ એલ્યુમિનિયમ પ્લેટો 75 મીમી ગુણ્યા 2400 મીમી થી લઇને 600 મીમી ગુણ્યા 2400 મીમી સુધીની અલગ-અલગ સાઇઝની હતી. બજારના વર્તમાન ભાવ મુજબ એક ચોરસ મીટર પ્લેટની કિંમત આશરે રૂૂ. 11,000 ગણવામાં આવે છે, જે મુજબ ચોરાયેલી કુલ 69 પ્લેટોની અંદાજિત કિંમત રૂૂ. 10,11,000 થાય છે. આ ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.