Site icon Gujarat Mirror

બગસરામાં પોલિયોની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાના આક્ષેપ

પોલિયોની કામગીરીના બદલે કર્મચારીઓ ફોનમાં મશગુલ રહ્યાની રાવ


બગસરામાં પોલિયો ની કામગીરી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે સરકારને બે ત્રણ ફોટા તેમજ કાગળ ઉપર વિગતો ભરી સરકારને ઉંધા ચશ્મા પહેરાવતા બગસરા હર્બલ હેલ્થ કચેરી મા લોલમ લોલ ચાલી રહ્યું છે તેઓ પ્રકાશમાં આવી રહ્યું છે બગસરામાં નાના માણસો મજૂર વર્ગ ના ઘણા બાળકોને રસી વગરના વંચિત રહ્યા છે ત્યારે આવી કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે સરકાર દ્વારા પોલિયો નાબૂદ થાય તેના માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે ત્યારે તે ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી અને સરકારના આ પ્લાન ને ચોપટ કરી નાખે છે.


નાના મજુર વર્ગ ના માણસોના બાળકોને આટીપા પહોંચતા નથી બસ સ્ટેન્ડમાં પોલિયો પીવડાવવા આવેલ લોકો મોબાઇલમાં મશગુલ બસમાં અંદર બેઠેલ બાળકોને પોલીયો પીવડાવવાને બદલે મોબાઇલમાં મસબુલ થયેલ છે તપાસ કરે તો ઘણું બહાર આવે તેમ લોકોમાં ગણગણાટ જોવા મળ્યો છે.

Exit mobile version