ગુજરાત
ગીરગઢડાના પોલીસમેને નાશ કરવા માટે લઇ જવાતા જથ્થમાંથી દારૂ કાઢી લેતા હેડકવાર્ટરમાં બદલી
ઊના શહેરનાં ગીરગઢડા રોડ ઉપર આવેલ બંધ સુગર ફેકટરીનાં ગ્રાઉન્ડ ખાતે ઊના, ગીરગઢડા તાલુકા પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં પકડાયે દારૂૂનાં જથ્થાનાં કેસો કોર્ટમાં ચાલી ગયેલ હોય તે દારૂૂ નાશ કરવાની કાર્યવાહી પ્રાન્ત અધિકારી દ્વારા થતાં 4 ડીસેમ્બરનાં સવારે ગીરગઢડા પોલીસ સ્ટેશનનાં મુદામાલ રૂૂમમાંથી ટ્રેક્ટર મારફતે લવાયેલા 737 ઈંગ્લીશ દારૂૂની બોટલ કિંમત રૂૂ. 73,450 તેમજ ઊના પોલીસ મંથકનાંમુદ્દામાલની બોટલ 10,997 કિંમત રૂૂ. 25,20,650 નો મળી કુલ 25,94,100નો દારૂૂનાં જથ્થાનો નાશ પ્રાન્ત અધિકારી ચિરાગ હિરવાણીયા તેમજ ડીવાયએસપી ચૌધરી ગીરગઢડા મામલતદાર ડી. કે. ભીમાણી ગીરગઢડા મામલતદાર જી. કે. વાળા અને નશાબંધી આબકારી અધિક્ષકની ઊપસ્થિતમાં રોલર ફેરવી નાશ કરાયો હતો.
આ દારૂૂના નાશ સમયે પોલીસ માટે કલંક સમાન ઘટના નજરે પડી હતી જેમાં એક ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા કર્મીની ખાનગી કારમાથી મોટાપાયે દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે દારૂૂ નાશ કરવાની કાર્યવાહી શરૂૂ હતી એજ સમયે આ દારૂૂનો જથ્થો પોલીસની કારમાં હોવાનું ત્યાં હાજર અધિકારીને જણાયું હોવા છતાં કાર્યવાહી કરાઈ ન હતી.ગીરગઢડા પોલીસ સ્ટેશનનાં મનુ નામનાં કર્મીની પોલીસ લખેલી ખાનગી કાર નંબર જી જે 11 એ બી 9781 ગ્રેહ કલર આઈ ટુ વેનટીમાં મોટાપાયે દારૂૂ જથ્થો મળી આવતાં અને એક વ્યકિતએ પીછો કરતાં ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા 2 જીઆરડીનાં કર્મીએ દારૂૂ જથ્થો સંગેવગે કરતા હતા.
પોલીસ કર્મી પોતાની કારમાં દારૂૂ લઇ જતાં રંગે હાથ ઝડપાયો હતો. તેનાં ઘેરા પ્રત્યાઘાત પડે તે પહેલા સ્થાનિક અધિકારી દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિહ જાડેજાને જાણ કરાતાં તાત્કાલિક ધોરણે તેની જિલ્લા પોલીસ હેંડ ક્વાટર ખાતે બદલી કરીને પોલીસે આબરૂૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.