ચોટીલાના સણોસરા ગામે PHCના બાંધકામમાં હલકી ગુણવત્તાના કામ અંગે કરાયા આક્ષેપો!

  ચોટીલા તાલુકાના સણોસરા ગામે નવા PHC(પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) સેન્ટરનું બાંધકામ ચાલી રહ્યું છે. પરંતુ આ બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સાથે…

 

ચોટીલા તાલુકાના સણોસરા ગામે નવા PHC(પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) સેન્ટરનું બાંધકામ ચાલી રહ્યું છે. પરંતુ આ બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સરકાર દ્વારા ગામડાંના લોકોને પોતાના જ વિસ્તારમાં સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને સામાન્ય સારવાર માટે મોટા શહેરોમાં જવાની ફરજ ન પડે તેવા હેતુથી કરોડો રૂૂપિયાના ખર્ચે આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવે છે. પરંતુ સરોસરા ગામે બની રહેલા ઙઇંઈ સેન્ટરના બાંધકામમાં સરકારી ધારાધોરણો અને ગુણવત્તાના માપદંડોનું પાલન થતું ન હોવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કામ પાછળ અંદાજે રૂૂ. 1,06,70,000 (એક કરોડ છ લાખ સિત્તેર હજાર) જેટલી રકમ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આટલી મોટી સરકારી રકમ ખર્ચાઈ રહી હોવા છતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થતાં ગ્રામજનોએ કામની તપાસ કરવાની માંગ ઉઠાવી છે.

આ સમગ્ર મામલે વધુ એક ગંભીર સવાલ એ ઊભો થયો છે કે ઙઇંઈ સેન્ટરની બાજુમાંથી પસાર થતી નર્મદા યોજનાની સરકારી પાણીની પાઇપલાઇનમાંથી બાંધકામ માટે પાણી લેવામાં આવતું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જો ખરેખર સરકારી પાઇપલાઇન સાથે જોડાણ કરવામાં આવ્યું હોય તો શું આ માટે નર્મદા યોજના વિભાગના સક્ષમ અધિકારીઓની પૂર્વ મંજૂરી લેવામાં આવી છે? કે પછી કોઈપણ પ્રકારની પરવાનગી વિના પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે?

ગ્રામજનોએ સંબંધિત બાંધકામ એજન્સી, કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરવાની માંગ કરી છે. બાંધકામમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા, સરકારી નકશા અને અંદાજ મુજબ કામગીરી થઈ છે કે નહીં તેની ટેકનિકલ તપાસ કરવામાં આવે તેમજ નર્મદા પાણીની પાઇપલાઇનમાંથી પાણી લેવામાં આવ્યું હોય તો તેની મંજૂરી અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.