અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર ફેમિલી કોમેડી

અક્ષય કુમાર અને અનીસ બઝમીએ અગાઉ ’વેલકમ’, ’સિંહ ઇઝ કિંગ’ અને ’થેન્ક યુ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જે આજે પણ સિનેપ્રેમીઓમાં કલ્ટ સ્ટેટસ…

અક્ષય કુમાર અને અનીસ બઝમીએ અગાઉ ’વેલકમ’, ’સિંહ ઇઝ કિંગ’ અને ’થેન્ક યુ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જે આજે પણ સિનેપ્રેમીઓમાં કલ્ટ સ્ટેટસ ધરાવે છે. હવે લાંબા વિરામ બાદ આ જોડી ફરી એકવાર સંપૂર્ણ મસાલેદાર કોમેડી ફિલ્મ સાથે પરત ફરી રહી છે, જેને દિલ કરાજુ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મનો મોટો ભાગ પહેલેથી જ શૂટ થઈ ચૂક્યો છે અને અનીસ બઝમી મે મહિનાના અંત સુધીમાં સમગ્ર શૂટ પૂર્ણ કરવાની તૈયારીમાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ રહી છે. અક્ષય કુમાર ફિલ્મની સિચ્યુએશનલ કોમેડીથી ખૂબ ખુશ છે. અનીસનો હ્યુમર પરની પકડ આજે પણ જાદુઈ છે અને અલગ જ દેખાય છે. અક્ષયે તો અનીસને બીજી ફિલ્મ માટે પણ વિચારવા કહ્યું છે.

ફિલ્મમાં અક્ષય અને તેના ઑન-સ્ક્રીન પુત્ર વચ્ચેનો સંબંધ ફિલ્મના સૌથી મોટા કોમિક હાઇલાઇટ્સમાંનો એક હશે. ’ફિલ્મને ડિસેમ્બર 2026માં રિલીઝ કરવાની તૈયારી છે. આ સંપૂર્ણ પેકેજ્ડ કોમેડી એન્ટરટેનર છે, જેમાં સુપરહિટ સંગીત પણ હશે. ટીમે પહેલેથી જ એક હોળી ડાન્સ નંબર શૂટ કર્યું છે, જે રિલીઝ બાદ ફિલ્મના મુખ્ય આકર્ષણોમાં સામેલ રહેશે. આ ગીતની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી છે અને અક્ષયે શૂટ દરમિયાન ધમાલ મચાવી દીધી છે.’