અખિલ ભારતી પ્રતિનિધિ સભાની કાલથી હરિયાણાના સમાલખામાં બેઠક યોજાશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક હરિયાણાના સમાલખા ખાતે તારીખ: 13થી 15 માર્ચ દરમિયાન યોજાશે. જે અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય પ્રચાર…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક હરિયાણાના સમાલખા ખાતે તારીખ: 13થી 15 માર્ચ દરમિયાન યોજાશે. જે અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર એ જણાવ્યું હતું કે, સંઘ શતાબ્દી વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં 10 કરોડથી વધુ ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો છે તથા સમગ્ર દેશના વિવિધ મહાનગર અને નગરની વસ્તીઓમા તથા ગામ અને મંડલોમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવી રહયુ છે.

જયારે એક વર્ષમાં સમગ્ર દેશમાં સંઘની 6 હજાર થી વધુ શાખાનો વધારો થયો છે. સુનિલજીએ વધુમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં સંઘના જુદા જુદા 32 સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ, સંગઠન મંત્રી સહિતના ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં જુદા જુદા પ્રાંતમાંથી આવેલા પ્રતિનિધિઓ પોતાના અનુભવોનો વર્ણન કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી સમયમાં સમગ્ર દેશમાં પ્રાંત, ક્ષેત્રીય અને અખિલ ભારતીય સ્તરે સંઘ શિક્ષા વર્ગ (પંદર દિવસ) અને કાર્યકર્તા વિકાસ વર્ગ-1 (એકવીસ દિવસ),કાર્યકર્તા વિકાસ વર્ગ-2 (પચીસ દિવસ) સહિતના કુલ 97 પ્રશિક્ષણ વર્ગો યોજાશે. જેમાં 73 વર્ગ 40 વર્ષથી નાની ઉંમરના કાર્યકર્તાઓ માટે અને 25 વર્ગ 40 થી 65 વર્ષની ઉંમરના કાર્યકર્તાઓ માટે યોજાશે. આ ઉપરાંત જિલ્લા સ્તરે પ્રારંભિક અને પ્રાથમિક વર્ગ યોજાશે.

અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરજી એ માહિતી આપતા કહ્યું કે ‘ઉંઘઈંગ છજજ‘ ઓનલાઈન માધ્યમથી ગત વર્ષે કરતાં લગભગ 63% વધારા સાથે જાન્યુઆરી 2026 માં 26445 લોકોએ સંઘ સાથે જોડાવા ઈચ્છા વ્યક્ત કરી હતી.