પાણી ભરવા કે ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓનો ‘રિયલ ટાઈમ’ જાણી શકાશે
સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત AI CCTV કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા હવે 247 શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો ‘રિયલ ટાઈમ’ અંદાજ મેળવીને, સંબંધિત વિભાગોને તરત જાણ કરવામાં આવે છે.
આ કામગીરી સુરત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે અઈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત આ આધુનિક ટેકનોલોજી માર્ગ વ્યવસ્થાપનને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવી રહી છે.
સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની રાહબરી હેઠળ શહેરની જનતાની સુખાકારી માટે મહત્વની મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે વરસાદના કારણે રસ્તાની મરામત યુદ્ધના ધોરણે શરૂૂ કરવા સુચના આપી છે. મહાનગર પાલિકામાં ખાડા રીપેરીંગ મરામત માટે અઈં ટેકનોલોજી ઉપયોગી નીવડી છે આ અંગે માહિતી આપતાં મહાનગર પાલિકાના સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના આઈટી ડાયરેક્ટર જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, નસ્ત્રસુરત મહાનગરપાલિકાનું વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર શહેરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં માર્ગોને નુકસાન પહોંચ્યું છે. આવા વિસ્તારમાં કમાન્ડ સેન્ટર દ્વારા સતત નજર રાખી કામ ચાલુ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 3,500 સીસીટીવી કેમેરા અને પોલીસ વિભાગ દ્વારા 800 કેમેરા લગાવવામાં આવ્યા છે. એમ કુલ 4,300 કેમેરાના ફૂટેજ દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડા કે અવરોધોને ઓળખવા માટે અઈં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ સીસીટીવી ફીડમાં કોઈ જગ્યા પર ખાડાની માહિતી મળી આવે છે, તાત્કાલિક ત્યાંની વિગતો ફિલ્ડ ટીમને મોકલવામાં આવે છે અને માર્ગ સુધારાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

