ગુજરાત
બે મહિના પૂર્વે પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ પ્રકરણમાં અમદાવાદના સપ્લાયરની ધરપકડ
ગાંધીગ્રામ પોલીસે અમદાવાદથી દબોચ્યો, આરોપી અગાઉ 300 ગ્રામ ડ્રગ્સના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે
માધાપર ચોકડી પાસેથી 6.14 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે લાઠીના ગુલામઅહેમદ જાખરાને ઝડપી બે મોબાઈલ અને રોકડ સહિત રૂૂ.78200 ના મુદામાલ સાથે દબોચી લીધાં હતાં. ડ્રગ્સનો જથ્થો તેને સપ્લાય કરનાર અમદાવાદના કુખ્યાત સપ્લાયર જીસાનું ઉર્ફે લાલીને પણ ગાંધીગ્રામ પોલીસે દબોચી સઘન પૂછતાછ હાથ ધરી હતી.સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ- વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી એસ.ઓ.જી. પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ એન.વી.હરિયાણી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં
ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા અને રાજેશ બાળાને જામનગર રોડ, માધાપર ચોકડી પુલ નીચે એક શખ્સ મેફેડ્રોનના જથ્થા સાથે ઉભેલ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મેફેડ્રોન ડ્રગ્સ 6.14 ગ્રામ રૂૂ.61400 સાથે ગુલામઅહેમદ દિલાવર જાખરા (ઉ.વ.31),(રહે.લાઠી ગામ સેતાપાટી, સંધી વાડો) ને પકડી પાડી બે મોબાઈલ અને રોકડ મળી રૂૂ.78200 નો મુદામાલ કબ્જે કર્યો હતો.વિશેષ તપાસ માટે આરોપીને ગાંધીગ્રામ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
પીએસઆઇ મકરાણી અને ટીમે આરોપીની સઘન પૂછતાછ હાથ ધરતાં તેને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર જીસાનુ ઉર્ફે લાલી જાહિદ લાલીવાલા (રહે. દરિયાપુર, અમદાવાદ) નામનો શખ્સ હોવાની કબૂલાત આપતાં પોલીસે જીસાનુ ઉર્ફે લાલીને પણ અમદાવાદથી દબોચી પૂછતાછ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે, જીસાનુ ઉર્ફે લાલીને અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 300 ગ્રામ મસમોટા ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.