આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પની જીતનો આફ્ટરશોક: શેરબજાર ઊંધા માથે પટકાયું
સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 300 અંકથી વધુનું ગાબડું
ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડ્રોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટણી જીતતા ભારતીય શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ આજે રોકાણકારોને કળવળતા સેન્સેક્સમાં ફરી મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્ર્વિક રોકાણકારોએ અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય પહેલા સાવચેતી ભર્યુ વલણ અપનાવતા આજે મોટાપાયે શેરબજાર પટકાયુ હતું અને ગઈકાલનો સુધારો ધોવાઈ ગયો હતો.
ગઈકાલે 80,378ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 195 પોઈન્ટ વધીને 80,563 પર ખુલ્યો હતો. પરંતુ ભારે વહેચવાલીથી થોડી મીનીટોમાં જ સેન્સેક્સમાં ઉંચા મથાળેથી 1144 પોઈન્ટનું ગાબડુ પડી જતાં સેન્સેક્સ ફરી 80 હજારની સપાટી તોડીને 79,419ના તળિયે પહોંચી ગયો હતો. નિફ્ટીમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે 24,484ના લેવલ પર બંધ થયેલ નિફ્ટી આજે 24,489 પર ખુલી હતી. અને નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળતા નિફ્ટી આજે 303 પોઈન્ટ તુટીને 24,181 સુધી ટ્રેડ થઈ હતી.