ગુજરાત
થાનમાં પિતા-પુત્રની હત્યા બાદ માતાએ પણ દમ તોડયો
ઘટના ત્રિપલ મર્ડરમાં પરિણમી, પ્રેમસંબંધ મામલે થયો હતો હુમલો
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢનાં સારસાણા ગામની સીમમાં ખેતરના ઝૂંપડામાં પ્રેમ સંબંધમાં હથિયારો સાથે આરોપીઓ એ હુમલો કરી ખુની ખેલ ખેલતા પ્રેમાંધ પુત્ર સાથે પિતાની હત્યા નિપજાવી આરોપીઓ નાસી છુટયા હતા. આ ખૂની હુમલામાં ધવાયેલા મહિલાનું મોત નિપજતા બનાવ ત્રિપલ મર્ડરમાં પરિણ્મયો હતો. તેમજ હાલ મૃતકના પરિવારજનોએ મહિલાનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો હોવાનું સુત્રોમાથી જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સાયલા નાં નિનામા ગામના વતની બજાણીયા ઘુઘાભાઇ દાનાભાઇ છેલ્લા ઘણાં સમયથી થાનગઢ નજીકનાં સીમ વિસ્તારમાં પરિવારજનો સાથે રહેતા હાલ સારસાણા ના બોર્ડ નજીક આવેલ વાડી અને વાડી ભાગીયુ રાખી ખેતીકામ કરતા હતા કરી ત્યાંજ રહેતા હતા તેમનાં પુત્ર ભાવેશ ને નજીકના વર્માધાર ગામની એવી સંગીતા નામની યુવતી સાથે ચારેક વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયેલ હતો પરંતુ તેના છ માસ પહેલા મનડાસર ગામનાં લગ્ન દિનેશ મનજીભાઇ સાપરા સાથે થયેલા હતા અને તેનો પતિ ચારિત્રની શંકા રાખતો હોવાથી બંન્ને વચ્ચે ખટરાગ રહેતા પાંચેક માસ પહેલા સંગીતા તેના પતિને છોડીને પ્રેમી ભાવેશ સાથે મૈત્રી કરાર કરી ને તેની સાથે પત્ની તરીકે ચોટીલાનાં સુરૈઇ ગામે રહેતા હતા હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી બંન્ને થાનગઢનાં સીમ વિસ્તારમાં તેના પિતાની ભાગીયુ વાડી એ આવેલા અને ગત તા. 7/11 ના રાત્રીનાં વાડીના મકાનમાં પરિવારજનો અને પતિ પત્ની રૂૂમમાં ખાટલામાં સુતા હતા તે સમયે રાત્રીનાં અરસામાં સંગીતાબેનનો ભાઇ દિનેશ સુખાભાઇ સાબળીયા તેમજ મનડાસરનો તેનો પૂર્વ પતિ દિનેશ નાનજીભાઇ સાપરા અને પૂર્વ કાકાજી જેસા નરશીભાઇ સાપરા એ તિક્ષ્ણ છરી, અને લાકડીઓ સાથે આવી હુમલો કરી લોહિયાળ ખુની ખેલ ખેલી નાસી છુટયા હતા.
પ્રેમ પ્રકરણના મનદુ:ખ મા ખેલાયેલા ખુની ખેલમાં પ્રેમાંધ ભાવેશ અને તેના પિતા ધુધાભાઇની હત્યાં નિપજતા સમગ્ર વિસ્તારમાં બેવડી હત્યાના બનાવે ચકચાર જગાવી દિધેલ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ધવાયેલા ધુધાભાઇના પત્ની મજુંબેન બજાણીયા (ઉ.વ.55) નું સારવાર દરમ્યાન મોત નિપજતા આ ઘટના ત્રિપલ મર્ડરમાં પરિણમી છે.
થાનગઢ પોલીસમાં ઘટનાની જાણ થતા જ દોડધામ શરૂૂ કરેલ ઘટના સ્થળે જીલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા, ડીવાયએસપી વિશાલ રબારી અને વિવિધ બ્રાન્ચો સહિતનો પોલીસ કાફલાએ સ્થળ મુલાકાત કરી ટીમો બનાવી હવામાં ઓગળી ગયેલા આરોપીઓને પકડવા માટે દોડધામ આદરી હતી પરંતું હજું સુધી કોઈ જ સફળતા પોલીસને સાપડી નથી. મળતી માહિતી મુજબ પિતા-પુત્રની હત્યા નિપજાવી આરોપીઓ ફરાર થતા થાનગઢ ખાતે સામાજીક આગેવાનો એકઠા થઈ ગયા હતા અને આરોપી પકડો પછી લાશ ને સ્વીકારીશું તેમ અધિકારીઓને જણાવેલ મામલો બિચકતો અટકાવવા પીએમ બાદ બંન્ને મૃતદેહ ને પોલીસ દ્વારા નિનામા ગામે લઇ જવાયા હતા.
તેમજ મોડી રાત્રે મામલો થાળે પડતા મૃતદેહની અંતિમ વિધી કરવામાં આવી હતી. ત્યારે આજે મજુંબેનનુ મોત નિપજતા પરિવાર ફરી ઉશ્કેરાયો હતો. અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે પોલીસ અને આગેવાનોએ મામલો થાળે પાડવા મૃતકના પરિવારજનો સાથે વાતચીત શરૂ કરી છે.