Site icon Gujarat Mirror

ફેસબુકમાં જાહેરાત જોયા બાદ યુવાન સાથે કાર વેચવાના બહાને 4.45 લાખની ઠગાઇ

કાર એલોટમેન્ટ, આરટીઓ ટેક્ષ સહિતના બહાના બતાવી શખ્સે પૈસા પડાવ્યા

ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં મહેન્દ્રભાઈ અમરદાસ શેંઠીયા (ઉ.વ.34) સાથે મયુર મોહનભાઈ દેવમુરારી નામના શખ્સે ફયુચર ઓટો વ્હીલ મારૂૂતી નામની કંપનીની ખોટી ઓળખ ઉભી કરી અર્ટીકા કાર વેચવાના નામે કટકે-કટકે રૂૂા.4.45 લાખ પડાવી લઈ કાર નહીં આપી છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઈમ્ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મહેન્દ્રભાઈએ પોલીસને જણાવ્યું કે, ગઈ તા.12-9-22નાં ઘરે ફેસબુકમાં અર્ટીગા કારની રૂૂા.12.51 લાખની કિંમત સાથેની જાહેરાત જોઈ હતી.

જે આરોપી મયુરની પ્રોફાઈલમાંથી મૂકાઈ હતી. તેને ધંધા માટે કાર લેવી હોવાથી તેમાં આપેલા નંબર પર કોલ કરતાં આરોપીએ રૈયા ચોકડી પાસે વનરાજ કાર ક્ધસલ્ટન્ટ નામે ઓફિસ ધરાવતો હોવાનું કહેતા તે મિત્ર સાથે આરોપીની ઓફિસે ગયા હતા. જયાં કાર લેવાનું નક્કી કરી આરોપીને ટોકન પેટે રૂૂા.25 હજાર આપ્યા હતા.

બીજા દિવસે તા.13નાં તેને ફયુચર ઓટો વ્હીલ મારૂૂતી નામના આઈડી પરથી મેલ આવ્યો હતો. જેમાં તેણે આપેલી રૂૂા.રપ હજારની રકમ અને કાર ડિલીવરીની વિગતો લખેલી હતી. ત્યાર બાદ આરોપીએ કાર એલોટમેન્ટ, આરટીઓ ટેક્ષ વગેરેના બહાના બતાવી કટકે-કટકે મળી કુલ રૂૂા.4.45 લાખ પડાવી લીધા હતા.

થોડા દિવસ પછી આરોપીને કારની ડિલીવરી માટે પૂછતા તે અલગ-અલગ બહાના બતાવવા લાગ્યો હતો.ઘણો સમય વિતવા છતા કોઈ જવાબ નહીં મળતા આરોપીને પૈસા પરત આપવાનું કહેતાં ચેક મળી જશે તેમ જવાબ આપ્યો હતો. બાદમાં આરોપીએ ફોન બંધ કરી દેતા ફ્રોડ થયાની જાણ થઈ હતી.આ મામલે સાયબર ક્રાઈમના પીઆઇ એમ.એ.ઝણકાટ અને સ્ટાફે કાર્યવાહી કરી હતી.

Exit mobile version