Site icon Gujarat Mirror

સાવરકુંડલામાં સિંહ બાદ હવે શિયાળનો આતંક : એક વર્ષના બાળક પર કર્યો હુમલો

ગુજરાતમાં અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના ગામડાંના વિસ્તારોમાં સિંહ જોવા મળતાં હોય છે. અમરેલીના સાવરકુંડલામાં સિંહ બાદ હવે શિયાળનો આતંક જોવા મળ્યો છે. જેમાં સાવરકુંડલામાં પરપ્રાંતીય મજૂરના એક વર્ષના બાળક પર જંગલી શિયાળે હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા ગામની સીમમાં ખેત મજૂરી કરતાં એક શ્રમિક પરિવાર ખેતરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે એક વર્ષના બાળક પર જંગલી શિયાળે હુમલો કરતાં બાળકની ચીસો સાંભળીને માતા-પિતા અને સ્થાનિકો દોડી આવ્યા હતા. શિયાળના હુમલામાં બાળક લોહીલુહાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

સાવરકુંડલાના ગામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રહેતા ખેતમજૂરો પર જંગલી પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સ્થાનિકોએમાં સિંહ, દિપડા, શિયાળ જેવા જંગલી પ્રાણીઓને ભય રહેતો હયો છે. તેવામાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વન વિભાગ આ મામલે યોગ્ય પગલા લે.

Exit mobile version