Site icon Gujarat Mirror

પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ એપાર્ટમેન્ટના લોકોએ કહ્યું, તું ફરિયાદ કરીશ તો એપાર્ટમેન્ટનું નામ ખરાબ થશે

મામલો રફેદફે કરવા તરૂણના શેઠે પીડિત બાળકીના પિતાને 5 હજાર રૂપિયા આપ્યા, સગીર અને તેના શેઠની ધરપકડ

રાજકોટમાં રક્ષાબંધનના દિવસે જ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઇ હતી.મળતી વિગતો મુજબ,150 ફૂટ રીંગરોડ પર અયોધ્યા ચોક પાસે આવેલ એક રેસીડેન્સીમાં રહેતાં 29 વર્ષીય નેપાળી યુવકે નોંધાવેલ ફરીયાદમાં એક 17 વર્ષીય બિહારી સગીર અને તેના શેઠ જશવંતકુમાર રાજકુમાર સિંગનું નામ યુની. પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરીયાદીએ આક્ષેપો સાથે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ રાજકોટ વર્ષ 2017 થી કામ કરવા માટે આવેલ છે.

ગઇ તા.09 નાં તેઓ રાતનાં આશરે દશેક વાગ્યાનાં અરસામાં લક્ષ્મીનગર રાજનગર ચોકની બાજુમાં કાંટુંબીક બહેનના ઘરે રાખડી બંધાવવા સારૂૂ ગયેલ હતો અને આ વખતે પત્નીનો મને ફોન આવેલ અને જણાવેલ કે, આપણી દિકરી ઘરે હતી જે મળતી નથી.તમો ઘરે આવો તેમ વાત કરતા તેઓ ઘરે આવેલ અને તેઓએ દિકરીની આજુ બાજુમાં તપાસ કરતા દિકરી મળી આવેલ ન હતી, તે વખતે એપાર્ટમેન્ટ વિ- એ/5 માં રહેતો સગીર આરોપી દિકરીને લઇ આવેલ હતો કહેલ કે, હું તમારી દિકરીને મારા શેઠ જશવંતકુમારનાં ઘરે જમવા સારૂૂ લઇ ગયેલ હતો.

જે બાદ આરોપી જતો રહેલ હતો. બાદ દિકરીને રૂૂમે લઈ ગયેલ હતા અને દિકરી જે ગભરાયેલ અને રોતી હોય જેથી પત્નીએ દિકરીને તેઓની હાજરીમાં પુછતા દિકરીએ જણાવેલ કે, હું ઘરે એકલી હતી અને આરોપી મને એક રૂૂમમાં લઇ ગયેલ હતો, મારા કપડા ઉતારી નાખી અને મારા શરીરે હાથ ફેરવેલ અને મારા મુત (પેશાબ) કરવાની જગ્યાએ તેનું સુસુ નાખેલ હતુ, હું રોવા અને રાડો પાડવા લાગતા તે ડરાવતા હતા અને બાદ વધારે ચીલ્લાતા તેમને કપડા પહેરાવી અને આપણા ઘરે લઇ આવેલ હતા.બાદમાં એપાર્ટમેન્ટમાં આરોપી જે જસવંતકુમાર રાજકુમાર સીંગ સાથે રહેતો હોય જેથી તેને બોલાવતા તે આવેલ હતો અને આ વખતે એપાર્ટમેન્ટનાં સંચાલકો તથા આગેવાનો પણ દોડી આવેલ હતા. બનાવ બાબતે વાત કરેલ હતી. એપાર્ટમેન્ટનાં સંચાલકો તથા આગેવાનોએ કહેલ કે, આ બાબતે પોલીસ ફરીયાદ કરીશ તો આપણા એપાર્ટમેન્ટનું નામ છાપે ચડશે અને ખરાબ થશે.

આ આરોપીના શેઠ જસવંતકુમારે કહેલ કે, આ બાબતે તુ કોઈ પોલીસ ફરીયાદ કરીશ નહી અને જો પોલીસ ફરીયાદ કરીશ તો એપાર્ટમેન્ટનાં સંચાલકોને કહીને તને હું કામ ઉપરથી કઢાવી દઈશ તેવી ધમકી આપેલ અને આ જસવંતકુમાર રાજકુમાર સીંગે કહેલ કે, હું તને 5 હજાર દવાખાનાનાં ખર્ચાનાં આપીશ તું આ બાબતે કોઇને કોઇ વાત કરતો નહી. આ જસવંતકુમારે પાડોશમા રહેતા સબંધીને રૂૂપીયા 5 હજારનુ ઓનલાઇન પેમેન્ટ કરેલ હતુ. બાદ તે ડરી ગયેલ હોય અને આરોપી જસવંતકુમાર કામ ઉપર કઢાવી નાખશે તેવા ભયથી પોલીસ ફરીયાદ કરેલ ન હતી.

બાદ ગઈકાલે વહેલી સવારનાં દિકરીને પેટનાં ભાગે તથા પેશાબ કરવાનાં ભાગે દુખાવો થતા 108 મારફત રાજકોટ ઝનાના હોસ્પીટલ ખાતે તેને દવાખાને લઈ ગયેલ હતાં. જેમની સારવાર રાજકોટ જનાના સરકારી હોસ્પીટલમાં ચાલી રહી છે.આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ એન પટેલ અને ટીમે ગુનો નોંધી આરોપી સગીર અને તેના શેઠ જશવંતકુમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Exit mobile version