ક્રાઇમ
રાજકોટમાં પાંચ લાખની ખંડણી પડાવવા એડવોકેટના ભત્રીજાનો છરી સાથે આતંક
રાજકોટના પુષ્કરધામ મેઈન રોડ ઉપર વસંતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટના ભત્રીજાએ ઈન્દિરા સર્કલ પાસે આવેલ તેમની ઓફિસે ખુલ્લી છરી સાથે આતંક મચાવી પાંચ લાખની ખંડણી માગી કોમ્પ્યુટર લઈ જતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે એડવોકેટના ભત્રીજાની ધરપકડ કરી હતી. દેણુ થઈ જતાં જૂનાગઢથી રાજકોટ આવેલા એડવોકેટના ભાઈ અને ભત્રીજાએ છેલ્લા ઘણા વખતથી ધાક ધમકી આપતા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ પુષ્કરધામ મેઈન રોડ પર વસંતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટ વિનોદભાઈ અરવિંદભાઈ જોષી ઉ.વ.42એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ભત્રીજા જૂનાગઢના ભાર્ગવ વિપુલ જોશીનું નામ આપ્યું છે. ઈન્દિરા સર્કલ પાસે શિલ્પન સ્ક્વેરમાં ઓફિસ ધરાવતા વિનોદભાઈ જોશીની ધોરાજી ખાતે પોસ્ટઓફિસની બાજુમાં હિરાપન્ના કોમ્પ્લેક્ષમાં તેમજ ઉપલેટા ખાતે માધવ કોમ્પ્લેક્ષમાં ટેક્સ ક્ધસલ્ટન્ટની ઓફિસ ધરાવે છે. વકીલ વિનોદભાઈ ધોરાજી ઓફિસે જતા હતા ત્યારે રાજકોટ ઓફિસેથી ફોન આવ્યો કે, તેમનો ભત્રીજો ભાર્ગવ જોશી છરી સાથે ઓફિસમાં ધસી આવ્યો છે. અને ઓફિસના સ્ટાફ પ્રણવભાઈ સાંગાણી સાથે ગાળાગાળી કરી છરીથી કોમ્પ્યુટરના વાયર કાપી નાખી કોમ્પ્યુટર લુંટીને ભાગી ગયો છે.
જેથી આ બાબતે રાજકોટ આવી ભત્રીજા વિપુલને ફોન કરતા વિપુલે ધંધો કરવા માટે અને દેણુ ચુકવવા માટે પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. અને તો જ ઓફિસનું કોમ્પ્યુટર પરત આપીશ તેવું જણાવ્યું હતું. સમજાવટ બાદ વિપુલ પાસેથી કોમ્પ્યુટર પરત લેવામાં આવ્યું હતું. આ બાબતે એડવોકેટ વિનોદભાઈ જોશીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વિનોદભાઈએ જણાવ્યા અનુસાર તેમના ભાઈ વિપુલ જોશીએ પણ થોડા વખથ પૂર્વે ધમકી આપીને બે લાખ રૂપિયા પડાવ્યા હોય ત્યાર બાદ ભત્રીજાએ ફરી પાંચ લાખ રૂપિયા પડાવવા માટે આ કૃત્ય કયુર્ઓે હોય પોલીસે આ અંગે ગુનો નોંધી વિપુલની ધરપકડ કરી છે.