Site icon Gujarat Mirror

રીબડા ફાયરિંગ કેસમાં એડવોકેટના મિત્રની ધરપકડ, રાજકોટમાં રિ-ક્ધસ્ટ્રકશન

રીબડા ફાયરિંગ કેસમાં હથીયાર સાચવનાર એડવોકેટ રવી ગમારના મિત્ર રાજકોટના વધુ એક શખ્સની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. રાજકોટના કાલાવડ રોડ પર રહેતા નિશાંત ધર્મેન્દ્રભાઈ રાવલની ધરપકડ કરવામાં આવી છે. નિશાંત, ફાયરિંગમાં વપરાયેલા હથિયાર સાચવવાના આરોપી રવિ ગમારાનો મિત્ર છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે રવી આરોપીને સાથે રાખી રાજકોટ શહેરમાં ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કર્યું હતું.

રીબડા પેટ્રોલપંપ પર ફાયરિંગ પ્રકરણની ઘટનામાં ફાયરિંગમાં વપરાયેલું હથિયાર હાર્દિકસિંહે રાજકોટના એડવોકેટ રવિ ગમારાને સાચવવા આપ્યાનો ખુલાસો થતાં ગોંડલ તાલુકા પોલીસની ટીમે તેની ધરપકડ કરી હતી. પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવવાના ગુન્હામાં રીમાન્ડ પર રહેલ હાર્દિકસિંહ જાડેજાની પુછતાછમાં રાજકોટ સ્થિત રવિ ગમારા નું નામ ખુલતા તેની તાલુકાના પીઆઇ અજીતસિંહ પરમાર તથા પીએસઆઇ રાજદીપસિંહ જાડેજાએ ધરપકડ કરી હતી મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજાની પૂછપરછમાં વકીલ રવિ ગમારાનું નામ સામે આવ્યું હતું. રવિની ધરપકડ બાદ તેના મિત્ર નિશાંત રાવલની સંડોવણી પણ બહાર આવી છે. નિશાંત પર ગુનામાં મદદગારી કરવાનો આરોપ છે.ગોંડલ તાલુકા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ જે. એચ. ખાચર અને તેમની ટીમે આરોપીઓ સાથે રાજકોટ શહેરમાં ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કર્યું છે. પોલીસ હથિયારની સોર્સ અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે આ કેસમાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડથી પોલીસને મહત્વની કડીઓ મળી છે. તપાસ દરમિયાન વધુ નામો ખુલવાની શક્યતા છે.

Exit mobile version