Site icon Gujarat Mirror

અભિનેત્રી નરગીસ ફખરીની બહેને બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને જીવતા સળગાવી માર્યા

ફિલ્મ ‘રોકસ્ટાર’માં રણબીર કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરીની બહેન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નરગીસ ફખરીની બહેન પર તેના પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. રિપોર્ટ્સ અનુસાર, ન્યૂયોર્ક પોલીસે નરગીસની બહેન આલિયાની ધરપકડ કરી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. તે જ સમયે, આ સમાચાર બહાર આવતાની સાથે જ ચાહકોમાં ગભરાટ ફેલાયો હતો.


મળતી માહિતી મુજબ, નરગીસ ફખરીની બહેન આલિયા ફખરી તેના એક્સ બોયફ્રેન્ડ સાથે પેચઅપ કરવા માંગતી હતી. પરંતુ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એડવર્ડ જેકોબ્સે તેની સાથે ફરીથી સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો હતો. આનાથી ગુસ્સે થઈને નરગીસની બહેને તેના પૂર્વ બોયફ્રેન્ડ અને તેની વર્તમાન ગર્લફ્રેન્ડ એટીનીની હત્યા કરી નાખી.


આ સમગ્ર મામલે ફરિયાદીનું કહેવું છે કે બોલિવૂડ એક્ટ્રેસ નરગીસની બહેને ન્યૂયોર્કમાં તેના પૂર્વ બોયફ્રેન્ડના ઘરના ગેરેજમાં આગ લગાવી દીધી હતી. આ આગમાં તેની ભૂતપૂર્વ અને તેની ગર્લફ્રેન્ડનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ પોલીસે નરગીસની બહેનને કસ્ટડીમાં લીધી છે. પોલીસે તેઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેણી પર જમૈકા, ક્વીન્સમાં તેના ભૂતપૂર્વના ઘરના ગેરેજમાં ઇરાદાપૂર્વક જીવલેણ આગ લગાડવાનો આરોપ છે, જેમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એડવર્ડ જેકોબ્સ ઉ.વ. 35) અને તેની ગર્લફ્રેન્ડ અનાસ્તાસિયા એટિની (ઉ.વ.33)ની હત્યા કરવામાં આવી હતી.


તપાસ અને આરોપો અનુસાર, પ્રેસ રિલીઝમાં વધુમાં જણાવાયું છે કે આલિયા ફખરી સવારે 6:20 વાગ્યે જેકબ્સના બે માળના ઘરે પહોંચી હતી અને આગ લગાડતા પહેલા નસ્ત્રતમે બધા આજે મરી જવાના છો એવી બૂમો પાડી હતી. ત્યારબાદ આલિયાએ બિલ્ડિંગના ગેરેજમાં આગ લગાવી દીધી. જ્યારે એટિને આગ જોઈ, ત્યારે તે ઝડપથી નીચે દોડી ગઈ, જ્યાં જેકબ્સ ગેરેજના બીજા માળે સૂતા હતા. એટિને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઈમારત આગની લપેટમાં આવી ગઈ હતી અને બંને ત્યાં જ ફસાઈ ગયા હતા.

Exit mobile version