Site icon Gujarat Mirror

રાજકારણમાં બધા અસંતુષ્ટ આત્માઓ, CMને પણ ગમે ત્યારે હાંકી કાઢવાનું ટેન્શન: ગડકરી

મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે (પહેલી નવેમ્બર) એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જીવન એ સમાધાન, જવાબદારી, મર્યાદાઓ અને વિરોધાભાસની રમત છે. જ્યારે રાજકારણ એ અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર છે, જ્યાં દરેક વ્યક્તિ નાખુશ હોય છે અને તેના વર્તમાન પદ કરતાં ઊંચા પદની ઈચ્છા રાખે છે.થ કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા ચાલી રહી છે.


રાજસ્થાનમાં આયોજિત એક કાર્યક્રમને યાદ કરતાં મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, રાજકારણ એ અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર છે, જ્યાં દરેક વ્યક્તિ દુ:ખી છે… જે કાઉન્સિલર બને છે તે નાખુશ છે કારણ કે તેને ધારાસભ્ય બનવાની તક નથી મળી અને ધારાસભ્ય નાખુશ છે કારણ કે તેને મંત્રી પદ ન મળી શક્યું. જે મંત્રી બને છે તે નાખુશ રહે છે કારણ કે તેને સારું મંત્રાલય નથી મળ્યું અને તે મુખ્યમંત્રી બની શક્યો નથી અને મુખ્યમંત્રી તણાવમાં રહે છે કારણ કે તેમને ખબર નથી કે હાઈકમાન્ડ ક્યારે તેમને પદ છોડવાનું કહેશે.

Exit mobile version