રાજકોટ મનપા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો એકશન પ્લાન

વોંકળા-ડ્રેનેજ સફાઇ, વીજ વાયરને અડતા વૃક્ષોના કટિંગ, જોખમી હોર્ડિંગ્સની એજન્સીઓને નોટિસ આપવા માટે કમિશનરનો કડક આદેશ રાજકોટ મનપાએ પ્રિ-મોન્સુન કામગીરીનો એકશન પ્લાન બનાવ્યો છે. એ…

વોંકળા-ડ્રેનેજ સફાઇ, વીજ વાયરને અડતા વૃક્ષોના કટિંગ, જોખમી હોર્ડિંગ્સની એજન્સીઓને નોટિસ આપવા માટે કમિશનરનો કડક આદેશ

રાજકોટ મનપાએ પ્રિ-મોન્સુન કામગીરીનો એકશન પ્લાન બનાવ્યો છે. એ પૈકી વોંકળા સફાઇની કામગીરી શરૂૂ થઇ છે. જો કે દર વર્ષે માત્ર બે ઇંચ વરસાદમાં જ વોંકળા બે કાંઠે છલકાવા લાગે છે એ જોતા પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતી થઇ જાય છે. વોંકળા સફાઇ માત્ર કાગળ પર જ થતી હોવાનું સાબિત થઇ જાય છે. આ વખતે એ જ સીલસીલો ચાલુ રહેશે કે પછી પુરી દાનતથી કામ થશે એ તો ચોમાસા ઉપર સામે આવી જ જશે!
આ અગાઉ વન-વીક, વન વોર્ડ ઝૂંબેશ અંતગર્ત દર વોંકળા કાંઠાના દબાણો દૂર કરવા ડિમોલિશનનો દોર ચાલી રહ્યો છે. એ સાથે જ પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂૂપે વોંકળા સફાઇ ઝૂંબેશ પણ શરૂૂ કરી દેવામા આવી છે. શહેરમાં મોટા કહી શકાય એવા 28 વોંકળા છે. ક્રમશ: તમામ વોંકળા ચોમાસા પુર્વે સાફ કરવામા આવશે તેવુ રૂૂપકડુ આયોજન મનપાએ કર્યુ તો છે પણ વાસ્તવિક રીતે પુરી દાનત સાથે વોંકળા સફાઇ થશે કે કેમ? તે હાલના સંજોગોમાં મોટો સવાલ છે.

દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીમાં વોંકળા સફાઇ થાય જ છે પરંતુ માત્ર બે ઇંચ વરસાદ પડે એટલે બે કાંઠે છલકાતા વોંકળાના ગંદા પાણી સાથેની ગંદકી રોડ પર તણાઇ આવતા મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લેઆમ છતી થઇ જ જાય છે.

દરમિયાન મ્યુનિ.કમિશનરે આજે જણાવ્યુ હતુ કે, મનપાના તમામ સંબંધિત વિભાગોને બોલાવીને પ્રિ-મોન્સુન કમગીરી માટેનો એકશન પ્લાન બનાવવામા આવ્યો છે. 15 જૂન પહેલા એકશન પ્લાનના તમામ કામ આટોપી લેવામા આવશે. મુખ્ય કામમાં વોંકળા સફાઇ, ડ્રેનેજ સફાઇ માટે શક્ય તેટલા વધુ માણસો મુકીને વહેલામાં વહેલીતકે કામ પુરુ કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ડ્રેનેજ શાખાને સુચના આપી દેવામા આવી છે. જ્યારે રોશની શાખાને સ્ટ્રીટલાઇન મેઇન્ટેનન્સ, ગાર્ડન શાખાને જોખમી વૃક્ષોના કટીંગની તેમજ એસ્ટેટ શાખાને શહેરમાં જેટલા પણ જોખમી હોર્ડિગ્સ બોર્ડ આવેલા છે તેની એજન્સીઓને સ્ટેબિલિટી ચકાસીને તેનો રિપોર્ટ આપવા જણાવાયુ છે.